સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ગોંડલના ત્રાકુડાનો બુસેલા તાવ વિધાનસભામાં ચમકયો

સરકારે લીધેલા પગલાની માહિતી આપી

ગાંધીનગર તા. ૧ર :.. ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામમાં બુસેલા તાવના વાયરા અંગે પૂંજાભાઇ વંશે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા આરોગ્ય મંત્રીએ  સરકારે લીધેલા પગલાની માહિતી આપી હતી.

આરોગ્ય મંત્રીએ જણાવેલ કે તા. ૧-૭-ર૦૧૯ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રાકુડા, તા. ગોંડલ, જિ. રાજકોટની ટીમ દ્વારા દર્દીના ગામ હડમતાળાની મુલાકાત લઇ તપાસ કરવામાં આવેલ. તા. ૪-૭-ર૦૧૯ ના રોજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના મેડીસીન, બાળરોગ નિષ્ણાત, પીએસએમ વિભાગના નિષ્ણાત અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની રેપીડ  રીસ્પોન્સ ટીમને સ્થળ મુલાકાત કરી રોગની વિગતવાર તપાસ કરેલ છે.

મેડીકલ ઓફીસર શ્રી, પ્રા. આ. કે. ત્રાકુડા અને આરોગ્યની ટીમો દ્વારા હડમતાળા ગામની ર૪પ૪ જેટલી વસ્તીમાં ઘરે ઘરે ફરી તાવ અને બ્રુસેલાના અન્ય લક્ષણો ધરાવતા કેસોનું સર્વેલન્સ કરવામાં આવેલ. જેમાં કોઇ નવો કેસ માલુમ પડેલ નથી.

દર્દીના કુટુંબના કુલ ૮ સભ્યોનું દરરોજ તાવ અને અન્ય લક્ષણો અંગે આગામી ૧પ દિવસ સુધી ફોલોઅપ કરવામાં આવશે. 

પશુપાલન વિભાગ દ્વારા હડમતાળા ગામમાં પશુઓમાં રસીકરણ કરી રોગ અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

(3:23 pm IST)