સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

થાનમાં ગુન્હેગારો બેફામઃ અઠવાડીયામાં ૧૦ દુકાનોમાં ચોરી

વેપારીઓની ફરીયાદ લેવાતી નહી હોવાની રાવઃ લોકો ન્યાય ઝંખે છે

સુરેન્દ્રનગર, તા., ૧રઃ જીલ્લાના થાનગઢમાં ગુનેગારોને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ છેલ્લા અઠવાડીયામાં ૯ થી ૧૦ દુકાનોમાં ચોરીઓ થઇ છે.

શહેરમાં એસપીના લોક દરબાર ભરવામાં આવેલ જેમાં થાનમાં ગુનાહીત પ્રવૃતી, ચોરી, ખંડણી જેવા રોગ વધવાથી વધારાની પોલીસ  ઓફીસ સ્ટાફ રાખવામાં આવેલ એસપી લોક દરબારમાં લોકોને પોલીસ દ્વારા રક્ષણ અને કોઇ પણ જાતની ફરીયાદ લેવામાં આવે એવું સ્પષ્ટ પોલીસને જણાવવામાં આવેલ.

રામના ભાગમાં પોલીસ પેટ્રોલીંગ અને હોમગાર્ડ જવાન ગામમાં ફરજ ઉપર રહે છે કેટલો સ્ટાફ ફરજ ઉપર હોય છે તે ચેકી઼ગ કરવામાં આવે તો જરૂરી છે.

કેમ કે છેલ્લા ૭ દિવસમાં ૯ થી ૧૦ દુકાન પ૦૦ મીટર અંતરે પોલીસ ચોકી પાસે તોડવામાં આવી. વેપારી અનેકવા પોલીસ ચોકી ધક્કા ખાધા પણ ફરીયાદ લેવામાં આવતી નથી. ઉલ્ટાનું પોલીસ ચોકી તરફથી દુકાનમાંથી શું ગયું શું હતું બીલ લાવો? આવા પ્રશ્નો કરવામાં આવે છે આથી વેપારીને ન્યાય મળતો નથી. રોષની લાગણી એસોસીએશન જેવુ કાઇ છે નહી વેપારી એકલા જાય છે. કોઇ જવાબ આપતા નથી એક વેપારીએ જણાવેલ કે ફરીયાદ લખાવવા જતા એવુ લાગેલ કે અમે ચોર હોય એવું વર્તન કરવામાં આવે છે  આથી એસપી ના સુચન હોવા છતા ફરીયાદ લેવામાં આવતી નથી.

(1:18 pm IST)