સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

પોરબંદર સાન્દીપનિ વિદ્યા નિકેતનમાં પૂ. ભાઈશ્રીના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવઃ ગુરૂ ગૌરવ એવોર્ડ સામુહિક પાઠ

પોરબંદર, તા. ૧૨ :. પોરબંદર સાન્દીપની શ્રી હરિમંદિર ખાતે પૂ. રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી આયોજન થયુ છે. સોમવારે ગુરૂ ગૌરવ એવોર્ડ સમારોહ તેમજ મંગળવારે ધ્વજારોહણ ગુરૂગીતા સામુહિક પાઠ અને ગુરૂ વંદનાનો કાર્યક્રમ રાખેલ છે.

સાન્દીપનિ વિદ્યા નિકેતન હરિમંદર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી થનાર છે. સોમવારે સવારે ૯.૩૦ કલાકે શિક્ષણવિદ્દોનો પરિસંવાદ યોજાશે. દિપ પ્રાગટય પૂ. ભાઈશ્રી તથા તજજ્ઞ શિક્ષણશાસ્ત્રીના હસ્તે કરશે. તેમજ પ્રસ્તાવના અને ભૂમિકા પાર્થેશભાઈ પંડયા અને વિશેષ વકતવ્ય ડો. મહેન્દ્રભાઈ ચોટલીયા આપશે. તેમજ બપોરે ૩.૩૦ કલાકે સાન્દીપની ગુરૂ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે.

સમારંભમાં લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ ગિજુભાઇ ભરાડ અને આદર્શ ગુરૂ ગૌરવ એવોર્ડ શ્રીમતી સોનલબેન તથા ચૈતન્યભાઇ ભટ્ટ લોકમિત્રા સંસ્થા તેમજ ઉતમ વિદ્યા મંદિર એવોર્ડ વિશ્વ મંગલમ અનેરા આકોદરાને અર્પણ કરાશે.

મંગળવારે ગુરૂપુર્ણિમાના પાવન અવસરે સવારે ૮ થી ૧ ગુરૂવંદના કાર્યક્રમમાં સાન્દીપની ઓડીટોરીયમમાં પુ.ભાઇશ્રીના સાનિધ્યમાં ઋષિકુમારો અને ભાવીકો ગુરૂગીતાના સામુહીક પાઠ કરશે. ત્યારબાદ પુ.ભાઇશ્રી ભકતવૃંદને સંદેશ આશીવર્ચન આપશે અને સૌ. પુ.ભાઇશ્રીને ભાવવંદના કરશે અને ભકત વૃંદ દ્વારા ગુરૂપુજન કરવામા આવશે અને આ અવસરે હરીમંદિરમાં ધ્વજારોહણ વિશેષ દર્શન શયન આરતી સહીતના કાર્યક્રમો યોજાશે. દેશ વિદેશના ભાવીકો આ ધર્મ લેવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરૂ વંદના કરી કૃતક્ષતા વ્યકત કરશે ધર્મપ્રેમી જનતાએ આ અવસરે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્યું છે.

(1:17 pm IST)