સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

પોરબંદરમાં રેશનકાર્ડ ઉપર વિતરણનો રપ ટન ચણાની દાળનો જથ્થો ગોડાઉનમાં સડી ગયો ?

પોરબંદર, તા. ૧ર :  બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડ ઉપર વિતરણ કરવાનો રપ ટન ચણાની હાલનો જથ્થો ગોડાઉનમાં બેદરકારીથી સડી ગયાનું બહાર આવતા આ બાબતે તપાસ કરવા માંગણી ઉઠી છે.

આ સડી ગયેલ ચણાની દાળનો જથ્થો એપ્રિલ માસમાં વિતરણ કરવાનો હોવાની તથા જથ્થો બગડી જતા પરત મોકલી દીધાની ચર્ચા છે. ઉપરાંત રાણાવાવ તાલુકામાં રેશનકાર્ડ પરવાનેદારોને આપવાનો તુવેરદાળનો જથ્થો સ્વીકાર્યો પરંતુ નમૂના ફેઇલ જતા પરત મોકલવામાં આવ્યાં છે.

જિલ્લામાં રેશનકાર્ડ ઉપર વિતરણ માટે ૧ર માસે ૧૦૦૦ ટન ઘઉ, ૬૦૦ ટન ચોખા, ૪૭ ટન ખાંડ, રર ટન મીઠું, ર૦૦ તેલના ડબા, ૧૦૩૮ કપાસીયા તેલના પાઉચ ફાળવાવમાં આવે છે.

(1:15 pm IST)