સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

રાજયમાં દારૂબંધી ઉપર રાજય સરકારની પકડ ઢીલીઃ છેલ્લા બે વર્ષમાં ૨૫૪ કરોડનો દારૂ પકડાયો

બાબરા તાલુકો દારૂનો હબ બન્યોઃ વિધાનસભામાં લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરના સરકાર પર આકરા પ્રહારો

સાવરકુંડલા, તા.૧૨: રાજયમાં દારૂની રેલમછેલ થઈ રહી છે અનેકવાર રાજયમાં દારૂ પકડાવવાના બનાવો બની રહ્યા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો કરોડો રૂપિયાનો દારૂ પકડાય રહ્યો છે.

ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ચિંતા કરી રાજય સરકારપર આકરા પ્રહારો કર્યા હતા તેઓ દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજયમાં દારૂબંધિને ડામવા રાજયની સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે તેઓ રાજય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દારૂમાં પોલીસ અને ભાજપના આગેવાનો ની મિલીભગત સ્પષ્ટ રીતે દેખાય છે કારણ કે મોટાભાગના બનાવોમાં દારૂના કેશમાં પોલીસ અને ભાજપના આગેવાનોની સંડોવણી ખુલી છે.

ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે જો રીતે રાજયમાં દારૂની નદીઓ વહેતી રહેછે તો દેશનું ભવિષ્ય સમાન યુવાનો દારૂના ખપ્પરમાં હોમાય જશે શુ રાજયની સરકારને યુવાનોની ચિંતા નથી? દારૂના દુષણના કારણે અનેક પરિવારો પાયમાલ થયા છે જેના દાખલો આપણી સામે છે.

રાજયમાં દારૂને કડક હાથે કામ લેવામાં રાજયની સરકાર નિષ્ફળ નીવડી છે તે સરકાર દ્વારા સ્વીકારી જોઈએ અને જેતે જીલ્લા દારૂ પકડાય ત્યાં સ્થાનિક પોલીસ અને ગૃહવિભાગના અધિકારીની જવાબદારી ફિકસ કરવી જોઈએ.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે પોતાના વિસ્તારમાં દારૂના સતત પકડવાના બનાવોને યાદ કરી જણાવ્યું હતું કે બાબરા તાલુકામાં છેલ્લા ત્રણ માસમાં એક કરોડ થી વધુનો દારૂ પકડાયો છે તાલુકો દારૂનો હબ બન્યો છે તો પણ પોલીસ કોઈ સખત કામગીરી કરતી નથી.

રાજયમાં છેલ્લા બે વર્ષમાં રૂ ૨૫૪ કરોડનો દારૂ પકડાયો છે આ આકડો કદાચ ઓછો છે અને વધુ હોય શકે શુ રાજયની સરકાર દારૂબંધીને કડક હાથે ડામવામાં કોઈ નક્કર કાર્યવાહી નહિ કરે તેવો વેધક સવાલ કરતા અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું.

(1:14 pm IST)