સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

સુરેન્દ્રનગરના વતની - જામનગરના ડે.કલેકટરના પુત્રની સિદ્ધિઃ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલીટરી કોલેજમાં માધવેન્દ્રસિંહ જાડેજાએ મેદાન માર્યું

વઢવાણ તા.૧ર : સુરેન્દ્રનગરના મુળ વતની અને જામનગરના ડેપ્યેટી કલેકટર કવિન્દ્રસિંહ જાડેજાના પુત્ર માધવેન્દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજમા મેદાન માર્યું છે અને રાષ્ટ્રીય મિલિટરી સ્કુલમાં પસંદગી થઇ છે.

સુરેન્દ્રનગર દયામય સ્કુલમાં ધો. ૩ સુધી અભ્યાસ કરેલ માધવેન્દ્રસિંહ જાડેજાના પિતા કવિન્દ્રસિંહ ડાયરેકટ (હાલ, જામનગરના ડેપ્યુટી કલેકટર) મામલતદારમાં પસંદગી થતાં તેમની નોકરી રાજકોટ જિલ્લામાં થઇ હતી. આથી માધવેન્દ્રસિંહે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરીને જામનગર જિલ્લાની સ્કુલમાં પણ અભ્યાસ કરી ચૂકયા છે. હાલમાં તેમના પિતા જિલ્લા પુરવઠા અધિારી તરીકે જામનગરમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે માધવેન્દ્રસિંહ કવિન્દ્રસિંહ જાડેજાએ ડિસે.ર૦૧૯માં રાષ્ટ્રીય ઇન્ડીયન મિલીટરી કોલેજની એન્ટ્રેસ એકઝામ આપી હતી. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર તેઓનું સિલેકશન થવા પામતા નિવૃત ડીવાયએસપી સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપર આવેલ રામ સોસાયટીમાં રહેતા અને લખતર તાલુકાના સદાદ ગામના વતની રાજેન્દ્રસિંહ રાણાના ભાણુભાએ સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધારતા હર્ષ છવાઇ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પ વર્ષમાં ગુજરાત રાજયમાં ફકત માધવેન્દ્રસિંહ જાડેજાનું સિલેકશન થવા પામ્યું છ.ે

 

(1:13 pm IST)