વિરપુરમાં જુગાર રમતા ૮ શખ્સો પકડાયા
તસ્વીરમા જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે
રાજકોટ તા. ૧ર : વિરપુરમાં જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.
જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જેઅ.મ.ભરવાડ જેતપુર વિભાગનાઓએ વિરપુર પો.સ્ટે. વિસ્તારમાંં પ્રોહીબીશન તેમજ જુગાર સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચનાઓ અન્વયે વિરપુર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.એલ.ગોયલના માર્ગદર્શન હેઠળ એચસી મનેશભાઇ પરમાર, એચસી ભોળાભાઇ ગોહેલ, એલઆરઓ જયેશકુમાર ચાવડા તથા એલઆરઓ પરેશભાઇ સિંધવ વિરપુર ટાઉન વિસ્તારમાંં જલારામનગર ખાતે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ઉમેશ ખોડાભાઇ ગોહેલ, કિશન હરેશભાઇ ચાવડા, પરેશ ધીરૂભાઇ ચૌહાણ, જયેશ પોપટભાઇ કંડોળીયા, ધર્મેશ ભરતભાઇ ખેતીયા, સંજય મનજીભાઇ ગોહેલ, રમેશ બાબુલાલ સોલંકી તથા જયેશ સોમાભાઇ મકવાણા, રહે બધા વિરપુર જલારામનગરને રોકડા રૂ.૧રપ૯૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.