સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

વાંકાનેરના મેસરીયા પાસે દેશી રિવોલ્વર અને કાર્ટીસ સાથે નવધણ દેવીપૂજક પકડાયો

વાંકાનેર તા. ૧ર :.. વાંકાનેરના મેસરીયા પાસે દેશી રિવોલ્વર અને કાર્ટીસ સાથે નીકળેલ દેવીપૂજક શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ બોર્ડ પાસે દેશી રીવોલ્વર અને પાંચજીવતા કાર્ટીસ સાથે દેવીપૂજક નવઘણ ભલુભાઇ ઉ.રર વિકાણીને તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહએ જાડેજાએ ઝડપી લઇ આગળ તપાસ માટે વાંકાનેર કોર્ટમાં રીમાન્ડ મેળવવા રજૂ કરેલ છે.

રીવોલ્વર દેશી પરંતુ ઇંગ્લીસ જેવુ હથિયાર હોઇ પોલીસ તેની કિંમત રૂ. ર૦૦૦૦ વીસ હજાર ગણી છે. દેવીપૂજક શખ્સે આ હથિયાર કોની પાસેથી લીધુ હતું  ? તે અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)