સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રૂપીમાં કેશવાલાનો અનોખો સેવાયજ્ઞ

૩૦ વર્ષમાં ૧પ હજાર જરૂરિયાત મંદ મહિલાઓને અપાવ્યો સરકારી યોજનાઓનો લાભ

જુનાગઢ, તા. ૧ર :  જૂનાગઢ તા.૧૧ જીવનના ૬૦ વર્ષ પછી માણસ ખાસ કરીને માજી વૃદ્ઘા શું કરે ? એવો કોઈ પ્રશ્ન કરે તો આપણે સામાન્યતૅંકહીએ કે નિવૃત્ત્િ। અને ભગવાનની ભકિત.પણ આજે એક એવા સેવાભાવી વૃધ્ધાની વાત કરવી છે કે જેમણે જન સેવા એ જ પ્રભુ સેવાનો સંવેદનશીલ અભિગમ અપનાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકારની યોજનાઓનો મહિલાઓને લાભ અપાવવાનો ભેખ ધર્યો છે.

આ મહિલાનું નામ છે રૂપીબેન માલદેભાઈ કેશવાલા.માણાવદરના બસ સ્ટેશન નજીક રહેતા ૬૫ વર્ષના રૂપીબેનના પતિ પોલીસ જમાદાર હતા અને વર્ષો પહેલા તેમનું અવસાન થયેલું છે.તેમના પતિ પણ સેવાભાવી હતા અને એમના જ માર્ગે તેઓએ સેવાનો રાહ પકડ્યો છે.

માણાવદર મામલતદાર કચેરીમાં વિધવા મહિલાઓને શોધીને તેમને વિધવા સહાયનો લાભ અપાવવા આવેલા રૂપિમાએ કહ્યું કે ૩૦ વર્ષથી તેઓ બહેનોને ખાસ કરીને વિધવા બહેનો પગભર થાય તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળે અને તેમના ડોકયુમેન્ટ યોગ્ય રીતે તૈયાર થાય તે માટે તે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે.

મહિલાઓને સમય કાઢીને સરકારી કચેરીઓ સુધી લઈ આવે છે અને ડોકયુમેન્ટનાં પૂર્તતા હોય તો તે માટે પણ મદદ કરે છે. રૂપીમાએ કહ્યું કે ત્રીસ વર્ષમાં પંદર હજારથી વધુ માણાવદર અને બાટવા પંથકની બહેનોને જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ તેમજ તેમને કોઈ ને કોઈ કામ મળી રહે તે માટે એકબીજાને મળીને સફળ પ્રયત્નો કર્યા છે.  ર૦ વર્ષથી તેમને થાઇરોઇડની બીમારી છે. તેઓએ કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી તે આ સેવા કરી શકે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ છે અને ચાલુ વર્ષે વિધવા બહેનોને રાહત મળે તે માટે પુખ્ત ઉંમરના પુત્ર ન હોવાની શરત કાઢી નાખી છે . જેથી હવે વૃધ્ધા વિધવા ને પણ આ યોજનાનો લાભ મળશે.

(11:44 am IST)