સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

મોરબી : માલધારીઓને ૭/૧૨ ઉતારામાંથી બોજાની વિગત દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તા.૧૨ :  ગુજરાત-સૌરાષ્ટ્રના માલધારી પરિવારોના ૭/૧૨ ના ઉતારામાંથી બોજાની વિગત દુર કરવામાં આવે તેવી માંગ સાથે માલધારી અગ્રણીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પત્રમાં જણાવ્યું છે કે રાજય સરકારે ખાતેદારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે જરૂરતમંદ ખાતેદારોના ખાતામાં ૭/૧૨ માં તેઓએ લીધેલ બોજાની વિગતના કારણે લાભ મેળવી સકતા નથી જેથી યોજનાના સરળ અમલીકરણ માટે બોજાઓની વિગત રદ કરી લોકોને સુયોગ્ય લાભ મળે તેવો પ્રબંધ કરવાની માંગ કરી છે માલધારી પરિવાર ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાંથી લોન મેળવે છે તેઓના ખાતામાં તથા તેના જામીનના ખાતામાં તેઓએ લીધેલ બોજાની વિગત દર્શાવેલ હોય જેના કારણે માલધારીઓને આવા હિતકારી લાભ મળતા નથી જેથી યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે

 માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ રાજયના પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી જણાવ્યું છે કે રાજયમાં પશુપાલકો માટે ઉપયોગી પશુલોન યોજના આવકાર્ય છે પરંતુ આ લોન માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારાય છે જેમાં સ્થાનિક બેન્કોએ જે તે અરજદારને લોન આપશે તેવો દાખલો ઓનલાઈન જોડવો પડે છે પરંતુ બેન્કવાળાઓ અરજદારને દાખલો આપતા નથી પરિણામે જરૂરિયાતમંદ પશુપાલકો ફોર્મ ભરી સકતા નથી જેથી દાખલા કાઢવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે.

(11:41 am IST)