સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

કેશોદના અજાબ ગામે દેલવાડામાં પરિવારે લગ્નપ્રસંગે મહેમાનોને વૃક્ષોની ભેટ આપી

દિકરીના કરિયાવરમાં વૃક્ષ આપી નવદંપતીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાવ્યું

કેશોદૅં તા.૧૧ : હાલમાં ચોમાસું શરૂ થતા વિવિધઙ્ગ સંસ્થાઓ વન વિભાગ તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવતુ હોય છ.ેઙ્ગ

ત્યારે વાત કરીએ કેશોદ તાલુકાના અજાબ ગામની જયા દેલવાડીયા પરિવારમાં લગ્ન પ્રસંગે વૃક્ષા રોપણની અનોખી પહેલ કરી પયાઙ્ખવરણ બચાવો અભિયાનને ધ્યાનમા લઈ વધુ વૃક્ષોઙ્ગ વવાઈઙ્ગ તે માટે સમાજમાંએક અનોખો નવો ચીલો પાડવાનો પ્રયાસ કરેલ  છે જે આવકારદાયકછે.ઙ્ગ ઙ્ગ

અજાબ ગામના ગં. સ્વ. કુસુમબેન તથા સ્વ.છગનભાઈ હીરાભાઈ દેલવાડીયાની સુપુત્રી અંકીતાના શુભ લગ્ન માણાવદરના હંસાબેન તથા શ્રીવિઠ્ઠલભાઈ મનજીભાઈ ભડાણીયાના સુપુત્ર પ્રતીક સાથે પટેલ સમાજ અજાબ મુકામે લગ્ન યોજયા હતા.જેમાં દેલવાડીયા પરિવાર દ્વારા વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવા અંકીતાબેનના લગ્ન પ્રસંગે અનોખી પહેલ કરી છે.જાનમાં આવેલ જાનૈયાઓને એક એક વૃક્ષની ભેટ આપવામા આવી હતી. દેલવાડીયા પરિવાર દ્વારા નવ દંપતિને વૃક્ષની ભેટ આપી કરીયાવરમાં પણ વૃક્ષ આપી વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. અને નવદંપતઓના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.અજાબની નેચર નીડ યુથ કલબ દ્વારા વિના મુલ્યે વૃક્ષોનુ વિતરણ કરવામાં આવેછે. જેમની કામગીરીમાં સહભાગી બનવા અંકીતા બેનના લગ્ન પ્રસંગે તેમના ભાઈઓ રીપલભાઈ તથા શનિકુમારે જણાવ્યું હતું કે કન્યાદાનમાં સોના ચાંદીના દાન લોકો આપેછે અને કરીયાવરમાં દ્યર ઉપયોગી વસ્તુઓ લોકો આપતા હોયછે. પણ અમોએ હરીયાળી ક્રાંતિ માટે નવ દંપતીને તથા જાનૈયાઓને વૃક્ષની ભેટ આપી નવદંપતીના વરદ હસ્તે દ્યર આંગણે વૃક્ષોનુ વાવેતર પણ કર્યુ છે. જે બેનના લગ્નની કાયમી યાદી રહેશે અને વધુમાં વધુ વૃક્ષોનુ વાવેતર થાય તેવા સંદેશ સાથે દેલવાડીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે વૃક્ષો આપી વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોના સંકલ્પ સાથે અનોખી પહેલ કરીછે..જેને જાનૈયાઓએ પણ બિરદાવી વૃક્ષોનુ વાવેતર કરવાનો સંકલ્પ કર્યો હતો.

(11:40 am IST)