સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

રાજુલામાં વડનગરના શિક્ષિકા છેલ્લા ૩ વર્ષથી પુસ્તક પરબ અભિયાન ચલાવે છે

આપણે પાણીના પરબ તો ઘણા જોયા હશે પરંતુ

રાજુલા તા.૧૨ : પાણીના પરબ તો દ્યણા જોયા છે પણ પુસ્તકો માટે નું પરબ વિશે જાણી તમે દંગ રહી જશો.

દર મહિનાના પ્રથમ રવિવારે જાફરાબાદ હાઇવે પર હઠીલા હનુમાન મન્દિર પાસે રાજુલા ખાતે શ્રી વડનગર.૧ પ્રા. શાળાના શિક્ષિકા પૂર્વીબેન લુહાર સાથે સમગ્ર સ્ટાફ મળી આ પુસ્તક પરબ ચલાવવામાં આવે છે સત્ત્।ત ૩ વર્ષથી ચાલતા આ પુસ્તક પરબથી લોકો વાંચન તરફ વળતા થયા છે. આપ પુસ્તક પરબ માંથી બે પુસ્તકો ફ્રી વાંચવા લઇ જઈ શકો છો.અને આપની પાસે રહેલા તેમજ આપે વાંચી લીધેલા પુસ્તકો હોય તે અહી દાનમાં સ્વીકારવામાં આવે છે. આમ પુસ્તકો અને વાચકો વચ્ચે સેતુબંધ નું આ ભગીરથ કાર્ય થાય છે.પાણીના તો પરબ ખુબ જોયા આ છે પણ આવાં પુસ્તકનું પરબ ભાગ્યે જ જોવા મળે છે ત્યારે આ ભગીરથ કાર્યના પ્રણેતા પૂર્વીબેન લુહાર નેઙ્ગ શિક્ષણ જગત અને સામાજિક ક્ષેત્રેના લોકો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

(11:39 am IST)