સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ઉનામાં બાઇક ઉપર દારૂની હેરફેર કરતા ૨ શખ્સો દારૂની ૩૭ બોટલ સાથે ઝડપાયા

ઉના, તા.૧૨: ટાવર ચોક પાસે બાઇક ઉપર દારૂની હેરફેર કરતા ૨ શખ્સોને ૩૭ બોટલ સાથે પકડી પાડેલ લે.

ઉના પી. આઈ. એ પ્રોહી.જુગાર અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે એ.એસ.આઈ એ. ડી. ધાધલ પો.કોન્સ. ભીખુશા બચુશા તથા પો..કોન્સ મેહુલ સિંહ પ્રતાપભાઈ પેટ્રોલીંગ હતા તે દરમિયાન ટાવર ચોક પાસેથી (૧)શાહનવાઝ ઉર્ફે અસ્પાક મહમદહનીફ કુરેશી ઉ. વ.૨૫ રહે.ઉપલા રહિમનગર ઉના તથા(૨ ) સબીર ઈસાભાઈ જમરોઠ ઉ. વ.૨૮ રહે.ખોજાખાના પાસે ઉના વાળાએ ગે.કા.પાસ પરમીટ વગર પોતાના હવાલાવાળી મો.સા.રજી. નંબર જી.જે.૩૨ એચ ૩૨૮૫ માં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો હેરાફેરી કરતા પકડાઈ જઈ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

બંને પાસેથી ( ૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની શીલ પેક કુલ બોટલો નંગ- ૩૭ રૂપીયા ૨૧,૮૦૦/- તથા (૨) મોટરસાયકલ મેસ્ટ્રો કિ.રૂ.૨૦,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ.૪૧,૮૦૦/ મુદામાલ મળી આવેલ છે.

(11:36 am IST)