સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ગીરસોમનાથ-જુનાગઢ જિલ્લામાં ૧૦ કલાક વિજ પુરવઠો આપવા સાંસદ ચાવડાની માંગ

પ્રભાસ-પાટણ તા.૧૧: જુનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ અત્યારે વરસાદ ખેચાતાં  ખેડૂતોની મગફળી સહિતના પાકોને પાણીની ખાસ જરૂરત છે. તેથી ખેડૂતોને થ્રી ફેઇઝ પાવર ૮ કલાક મળે છે તેના બદલે ૧૦ કલાક કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરેલ છે.

વાયુ વાવાઝોડા સમયે આ વિસ્તારમાં ખુબજ સારો વરસાદ થવાને કારણે ખેતરોમા મોટા પાયે વાવણી થયેલ છે. પરંતુ ત્યારબાદ વરસાદ ખેચાતા આ વાવણી કરેલા પાકને પાણીની ખુબજ જરૂરત ઉભી થયેલ છે. ખેડૂતો પોતાના પાકને સમયસર પાણી આપી શકે તે માટે ૮ને બદલે ૧૦ કલાક વિજ પુરવઠો આપવામાં અને ર કલાકનો વધારો કરી આપે તેવી મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ રજુઆત કરેલ છે.

(11:35 am IST)