સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

કોડીનારઃ 'જર્ની ફોર ટાઈગર'

કોડીનારઃ પર્યાવરણ જાગૃતિ માટે 'જર્ની ફોર ટાઈગર'ના બેનર હેઠળ બેંગલોરનું દંપતી ગીતાંજલિ દાસ અને રથીન્દ્ર દાસએ બાઈક ઉપર ભારત પરિભ્રમણ કરી સમાજને પર્યાવરણ વિષે લોક જાગૃત કરવાના નિર્ધાર સાથે નીકળ્યા છે ત્યારે તેઓ છેલ્લા પાંચ માસથી ૧૯ રાજ્યો ફરીને ગુજરાતમાં આવ્યા છે ત્યારે તેઓએ ગીરની મુલાકાત લઈ કોડીનાર આવી પર્યાવરણ પ્રેમી કાનાભાઈ ધારૂકિયા તથા તેમની ટીમને મળ્યા હતા તથા તેઓએ ગીર સોમનાથ જીલ્લામાં થઈ રહેલ પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતતા તથા એશિયાટિક સિંહો વિશે જાણકારી મેળવેલ તથા તેઓએ કોડીનારની દિવ્યાંગ બાળકોની પ્રખ્યાત સંસ્થા જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ચોરવાડી હનુમાન મંદિરની બાજુમાં કોડીનારની મુલાકાત લઈ સંસ્થામાં ચાલતી દિવ્યાંગ બાળકોની વિવિધ પ્રવૃતિઓ નિહાળી ભાવવિભોર થયા હતા તથા સંસ્થાના કાર્યકર્તાઓને પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ આપ્યો હતો. સંસ્થા વિશે માહિતી અને માર્ગદર્શન આરીફભાઈ ચાવડા તથા તેમની ટીમે આપી હતી. (તસ્વીર-અહેવાલઃ અશોક પાઠક-કોડીનાર)

(11:35 am IST)