સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ઉના નવાબંદરના યુવાનની હત્યા અંગે શકદાર તથા અજાણ્યા શખ્સો સામે ગુન્હોઃ પોલીસ કામગીરી સામે મહિલાઓએ છાજિયા લીધા

ઉના તા. ૧ર :.. ઉના તાલુકાનાં નવાબંદર ગામના યુવાનની રામપરાખારામાં હત્યા કરેલી લાશ મળી આવતાં પોલીસે ખુનનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા જૂના મનદુઃખનું કારણ બહાર આવ્યું છે.

પોલીસની નિષ્ક્રીયતાને લીધે મૃતકના પરિવારજનો તથા ગ્રામજનોએ હોસ્પીટલમાં ઉગ્ર વિરોધ કરી છાજીયા લઇ ચકકા જામ કર્યો પોલીસે ખાતરી આપતા ખુલ્લુ કરાયુ અને શકદાર અને અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

ઉના તાલુકાનાં રામપરા ગામના ખારામાં નવાબંદર જતા રોડ કાંઠે આજે વહેલી સવારે એક યુવાનની લાશ મળી આવતા લોકો ભેગા થઇ ગયા હતા અને નવાબંદર મરીન પોલીસ ઘટના સ્થળે આવતા રમેશ ભગવાનભાઇ સોલંકી ઉ.૩પ રે. નવાબંદર વાળાની ઓળખાઇ હતી. તેમના કપાળ, મોઢા, માથામાં બોથડ પથ્થર જેવા પદાર્થથી માર મારી ત્યા ગળુ દબાવી દીધાની શંકા કરતાં લાશને ઉના દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઇ હતી. પોલીસની નબળી કામગીરી ત્થા નિષ્ક્રીયતાને કારણે મૃતકના પરિવારજનો ત્થા ગ્રામજનોએ હોસ્પીટલમાં પોલીસની નિષ્ક્રીયતા સામે સુત્રાચારો કરી મહિલાઓએ છાજીયા લીધા હતા અને થોડા સમય માટે રસ્તા ઉપર બેસી જઇ ચકકા જામ કરતાં પોલીસ અધિકારી દોડી આવી ખાતરી આપતા શાંત પડયા હતાં.  અને પોલીસે મૃતકનાં ભાઇ ભરતભાઇ ભગવાનભાઇ સોલંકી ઉ.ર૪ ની ફરીયાદ લઇ આરોપી શકદાર તરીકે નવાબંદરના યુનુસ ઉર્ફે પહેલી રે. નવાબંદર ત્થા અજાણ્યા  શખ્સોએ રમેશ ભગવાન સોલંકી સાથે જુના મનદુઃખનું વેર રાખી કપાળ, માથા, મોઢા ઉપર પથ્થર જેવા બોથડ પદાર્થ હથીયાર વતી માર મારી ગળુ દબાવી, રામપરા-ઝાખરવાડા પ્લોટ વિસ્તારમાં મારી રામપરાના ખારામાં નાખી ગયા હતાં.

પોલીસે હાલ કલમ ૩૦ર તથા વિવિધ કલમના ગુના નોંધી તપાસ ત્થા હત્યાનું સાચુ કારણ શોધવા પીએસઆઇ મંછરા કરી રહ્યા છે. મરણ જનાર નવાબંદર મચ્છીના દંગામાં મજૂરી કામ કરતો હતો.

(11:32 am IST)