સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ભાવનગર ના મહુવા હાઈવે પર લોગંડી નજીક વહેલી સવારે આઈસર ભડ ભડ સળગી ઉઠયું

ભાવનગર તા.૧૨: ભાવનગર જિલ્લા ના બગદાણા પોલીસ સ્ટેશન નીચે આવતા લોગંડી ગામ નજીક  આઈસર  ગાડી પસાર થઈ રહી હતી અને અચાનક શોર્ટ સર્કિટ થતા આગ  લાગી હતી અને જોત જોતા મા કેબીન સહીત ગાડી સળગી ગઈ હતી લોગંડી ગામના યુવા  સરપંચ પ્રકાશ ભાઈ સહીત દ્યટના સ્થળે દોડી આવ્યા હતા  અને જરુરી માર્ગદર્શન આપ્યું હતું અને લોગંડી ગામના સરપંચ પ્રકાશ ભાઈ ચૌહાણ ના જણાવ્યા મુજબ આઈ સર  મહુવા ના તૌફિકભાઈ હુસેન ભાઈ  સૈલોત ની માલીકીની છે અને ભાવનગર થી લોખંડ નો માલસામાન ભરીને પીપાવાવ   જતો હતો અને ડ્રાઇવર પણ મહુવા નાજ હતા   આઈસર બળીને ખાખ થઈ ગઈ છે અને ડ્રાઇવર સમય ચુકતા વાપરી ઠેકડા મારીને નીચે ઉતરી ગયા હતા અને બગદાણા પોલીસ સ્ટેશનમાં મા જાણ કરવામાં આવતા બગદાણા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)