સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

બીલખાના ચોરવાડીની યુવતી પર તેના જ બનેવીનો વારંવાર બળાત્કાર

દુષ્કર્મ આચરી ભોગ બનનારની બહેનને પતાવી દેવાની આપી ધમકી

જુનાગઢ, તા., ૧રઃ જુનાગઢ જિલ્લાના બીલખા નજીકના ચોરવાડી ગામે રહેતી ૧૮ વર્ષીય યુવતીએ તેનો ભેસાણ તાલુકાના ચણાકા ખાતે રહેતો બનેવી સામે દુષ્કર્મની ફરીયાદ બીલખા પોલીસ મથકમાં કરી છે.

ભોગ બનનાર યુવતીએ ગત રાત્રે નોધાવેલ ફરીયાદમાં જણાવેલ કે તેણી ત્રણ વર્ષ અગાઉ ઘરે એકલી હતી ત્યારે બનેવી ઘરે આવતો અને એકલતાનો લાભ લઇ તેના ઘરે ઉપરાંત બનેવીએ ભાગમાં રાખેલ ખેતરે વારંવાર ઇચ્છા ન હોવા છતા શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

તેમજ બળાત્કાર કર્યા અંગે કોઇને જાણ કરશે તો ભોગ બનનાર સાળીની બહેનને જાનથી મારી નાખવાની ધમકી દુષ્કર્મી બનેવીએ આપી હતી.

બીલખા પોલીસે આ મતલબતની ફરીયાદ લઇ યુવતીના બનેવી વિરૂધ્ધ કલમ ૩૭૬(ર) અને પ૦૬ (ર) પોકસો એકટ ક. ૪ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ જુનાગઢ મહીલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.જી. મકવાણા ચલાવી રહયા છે.

(11:30 am IST)