સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

જેતપુર પંથકના દેવકી ગાલોળ ગામે 8 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો :ગાલોરીયા નદી બે કાંઠે:ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ખજુરી હડમતીયા-૪ ઇંચ, બરવાળા- ૪ ઇંચ, બોરડી સમઢીયાળા- ૩ ઇંચ, ખીરસરા- ર.પ ઇંચ, ખજુરી ગુંદાળા- ર.પ ઇંચ, વાડાસડા- ર ઇંચ, મેવાસા- ૧.પ ઇંચ, હરીપર- ૧ ઇંચ, મોટાભાદરા- ૧ઇંચ, નાના ભાદરા- ૧ ઇંચ, પ્રેમગઢ- ૧.પ ઇંચ, કેરાળી- ૧.પ ઇંચ વરસાદ

જેતપુર શહેર તેમજ તાલુકામાં  બે દિવસથી ઘનઘોર વાદળો સાથે વાતવરણ મોસમી બન્યું હતું. જ્યારે આજે સવારથી જેતપુર શહેરમાં અડધો ઇંચ વરસ્યો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મનમુકી વરસ્યા હતા, જેતપુર પંથકના દેવકીગાલોળ ગામે  8 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફળી વળ્યા હતા,

   દેવકીગાલોળ ગામ નજીક પસાર થતી ગાલોરીયા નદી પહેલા જ વરસાદમાં બે કાંઠે વહેતી થઇ ગઇ હતી. આ ઉપરાંત ખજુરી હડમતીયા-૪ ઇંચ, બરવાળા- ૪ ઇંચ, બોરડી સમઢીયાળા- ૩ ઇંચ, ખીરસરા- ર.પ ઇંચ, ખજુરી ગુંદાળા- ર.પ ઇંચ, વાડાસડા- ર ઇંચ, મેવાસા- ૧.પ ઇંચ, હરીપર- ૧ ઇંચ, મોટાભાદરા- ૧ઇંચ, નાના ભાદરા- ૧ ઇંચ, પ્રેમગઢ- ૧.પ ઇંચ, કેરાળી- ૧.પ ઇંચ, લુણાગરા- ૧.પ ઇંચ, હરીપર- ર ઇંચ, જેતલસર- ૧ઇંચ સહિત અનેક ગામોમાં સારો વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે,

(10:11 pm IST)