સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

અમરેલી તાલુકા પંચાયતના છ સભ્યોએ રાજીનામા આપી દેતા ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના ગઢમાં ગાબડુઃ રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા જ કોંગ્રેસમાં નવાજૂની

અમરેલીઃ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીની રાજનીતિથી નારાજ થયેલા અમરેલી તાલુકા પંચાયતના 6 સભ્યોએ રાજીનામાં આપ્યાં છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાત પહેલા જ કોંગ્રેસમાં આ પ્રકારના ભંગાણથી ચિંતાનો માહોલ પેદા થયો છે.

જે સભ્યોએ નારાજ થઈને રાજીનામા આપ્યાં છે તેમના નામ આ પ્રમાણે છે....

1-અરવિંદ કાછડીયા

2-વિશાલ માંગરોળીયા

3-હરેશ ભાસ્કર

4-કંચનબેન દેસાઈ

5-લાભુબેન રાખોલીયા

6-વિજયાબેન સોલંકી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ 16 જુલાઈના રોજ ગુજરાતના ભાવનગર ખાતે આવશે. બાંડી પડવા ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે અને મથાળા બંધારા ખેડૂતોનું સન્માન કશે. ત્યારબાદ પીપાવાવ ખાતે જહાજ તોડતા મંદિરોની મુલાકાત કરીને સમસ્યાઓ જાણશે. સાંજે જંગલ વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રોકાણ કરશે. રાત્રે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. તથા બીજા દિવસે એટલે કે 17 તારીખે આંબરડી પાર્ક ખાતે સિંહ દર્શન કરશે. ત્યારબાદ બપોરે 2 વાગે દિલ્હી જવા રવાના થઈ જવાના છે.

(5:45 pm IST)