સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને વૃધ્ધ દાદીને મુકીને પૌત્ર ચાલ્યો ગયો

વઢવાણ, તા., ૧૨: સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને વૃધ્ધ દાદીને મુકીને પૌત્ર ચાલ્યો જતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને રાજસ્થાનના ઉદયપુરના એક પૌત્ર  પોતાની દાદીને મુકીને ચાલ્યો ગયો છે.

આ વૃધ્ધ મહિલા રડવા લાગતા સેવાભાવીઓ દ્વારા મહિલા હેલ્પ લાઇનમાં જાણ કર્યા બાદ આ ટીમે તેના પુત્રને ફોન કરતા વૃધ્ધ મહીલાના પુત્રએ રોંગ નંબર કહીને ફોન કાપી નાખ્યો હતો.

વૃધ્ધ મહીલાને સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને મુકીને જતો પૌત્ર સીસીટીવી ફુટેજમાં જોવા મળે છે.(૪.૭)

(4:37 pm IST)