સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

શેત્રુજી નદીનાં કાંઠે સિંહોની સુરક્ષાર્થે ટેકરા

ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટની માંગણી અંતે ૪ વર્ષે સંતોષાઇઃ વનવિભાગની કામગીરીથી પંથકનાં પશુપ્રેમીઓમાં ખુશીનું મોજું

લીલીયા તા.૧૨: અમરેલી- લીલીયા બ્રહ્રદગીર વિસ્તારમાંથી પસાર થતી શેત્રુજી નદીના પટ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સિંહો કાયમી રહેઠાંણ બનાવી વસવાટ કરતા હોય તેને વરસાદી પુરથી રક્ષણ આપવા ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોષીએ અવાર-નવાર પી.સી.એફ. ગાંધીનગર, સી.સી.એફ. જુનાગઢ, ડી.સી.એફ. અમરેલી ને મોૈખિક લેખિત રજૂઆતો કરી હતી.

જેના પરિણામ સ્વરૂપે શેત્રુંજી નદીનાં કાંઠાઓ પર સિંહોની સુરક્ષા ને લઇ ટેકરા બનાવવામાં આવતા સ્થાનિક સિંહપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.

દરમિયાન પંથકના જાગૃત પશુપ્રેમી નાગરિકો તો એમ પણ કહી રહ્યા છે કે, સ્થાનિક ટ્રસ્ટ દ્વારા સને ૨૦૧૫માં સિંહોની સુરક્ષા-સલામતીના પગલાં લેવા માંગણી કરી હતી તે સમયે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોયતો ૨૦૧૫માં ૨૬ મી જુનનાં દિવસે શેત્રુંજી નદીમાં ૧૫ જેટલા સિંહો તણાયને મૃત્યુ પામ્યા, તે બચી શકયા હોત. (૧.૧૫)

(4:35 pm IST)