News of Thursday, 12th July 2018
ચરખડીમાં ૩ દુકાનોના તાળા તૂટયાઃ ૧૯ હજારની રોકડ-મોબાઇલની ચોરી
તસ્વીરમાં તૂટેલ દુકાન અને લોકોના ટોળા નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)(૭.૧૩)
ગોડલ તા.૧૨: ગોંડલ તાલુકાના ચરખડી ગામે તસ્કરો ત્રણ દુકાનના તાળા તોડી ૧૯ હજારના રોકડ અને મોબાઇલ,ચોરી કરી ગયા હતા.
પ્રાપ્ય વિગતો મુજબ ગોડલ તાલુકાના ચરખડી ગામે ગત રાત્રે તસ્કરો ખાબકયા હતા અને ગામમાં આવેલ નરસીભાઇ ગાંડુભાઇ વધાસીયા, હિંમાશુભાઇ મુળશંકર ભટ્ટ તથા હરદાસભાઇ ગઢવીના દુકાનોના તાળા તોડી ૧૯ હજારની રોકડ અને મોબાઇલની ઉઠાંતરી કરી ગયા હતા.
બનાવ અંગે ગ્રામ્યજનોએ પોલીસને જાણ કરી છે.(૭.૧૩)
(4:35 pm IST)