સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

ગિરનાર તળેટીમાં ચેકડેમ જ ઓવરફલો

જુનાગઢ પાસેનો ઓઝત-બે ડેમમાં નવા નીરની આવકઃ સોનરખામાં પણ નવુ પાણી આવ્યું

જુનાગઢ, મેંદડરા, વંથલી, વિસાવદરમાં સવારથી ધીમીધારે વરસાદ

જુનાગઢ તા. ૧રઃ ત્રણ દિવસથી ધીમીધારે વરસતા વરસાદથી જુનાગઢ પાસેના ઓઝત બે ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હોવાના સમાચાર છે.

 

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ર૯૧ મી.મી.એટલે ૧ર ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ ૯૩ (૪ ઇંચ) મી.મી. વરસાદ વિસાવદર તાલુકામાં પડયો હતો.  આ ઉપરાંત મેંદરડા તેમજ વંથલી વિસ્તારમં વરસાદ વરસતા ધરતીપૂત્રો સહિતના લોકો ખુશ થઇ ગયા છે.

જુનાગઢ વિસ્તારમાં મેધાના મુકામથી તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલ ઓઝત બે ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હોવાનું સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

ગિરનારમાં વરસાદને લઇ જુનાગઢનો કાળા અને સોનરખા નદીમાં પણ નવાનીર ઠલવાયા છે. ગિરનાર જંગલમાં પાણીના સ્ત્રોત જીવંત બન્યા છે.

ભવનાથમાં નારાયણ ધરા પાસેનો ચેકડેમ છલકાય ગયો હતો. તળેટી. સ્થિત છલકાય ગયો હતો. તળેટી સ્થિત જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના મેદાનમાં એક નાનુવૃક્ષ જમીન દોસ્ત થઇ ગયું હતું જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

દરમ્યાનમાં આજે પણ સોરઠમાં મુકામ યથાવત રાખીને મેધાએ ધીમી ધારે વરસવાનું ચાલુ રહ્યું છે. જુનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત ખાતે જોરદાર મેધાવી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ છે અને વધુ એક મી.મી. વરસાદ નોંધાયો છે. વિસાવદર પંથકમાં સવાર સુધીમાં ૪ ઇંચ મહેર કર્યા બાદ આજે પણ વધુ પાંચ મી.મી.વરસાદ વરસ્યો હોવાના વાવડ છે. આ ઉપરાંત મેંદરડા અને વંથલી તાલુકામાં સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે.(૬.૧૭)

(2:48 pm IST)