સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

બોટાદના સરવા ગામે મેઘરાજાને રિઝાવવા 72 કલાક રામધૂન

ગંગેશ્વર મહાદેવ મંદિરે આજુબાજુના ગામના ખેડૂતોએ ભોળાનાથના અખન્ડ જાપ અને રામધૂન કરી

બોટાદના સરવા ગામે પાસે ગંગેશ્વર  મહાદેવના મંદિરે વરસાદના આગમન માટે રામઘૂન શરૂ કરાઈ છે જેમાં સરવા ગામની આજુબાજુના ગામના ખેડૂતોએ 72 કલાક મેધરાજાને રીઝવવા માટે ભગવાન ભોળાનાથના જાપ અને રામધૂનનું આયોજન કર્યું છે.

 

  વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ખેડૂતોએ વરસાદની આશાએ વાવણી કરી પરંતુ વરસાદ ન પડવાના કારણે બિયારણ બળી ગયું છે. ગામની સ્થિતિ એવી છે કે, હાલમાં ઢોરને પીવા માટે પાણી પણ નથી. ત્યારે ગામના લોકો હવે પાણી માટે મેઘરાજા પર આશા રાખી રહ્યાં છે.

(1:07 pm IST)