સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

બિલિયાળાની ચકચારી ઘટના

પ્રેમિકાને કૂવામાં ધક્કો મારવાના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૧૨: બિલીયાળાની સગીર પ્રેમિકાએ તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા આરોપીએ તેની પ્રેમીકાને કૂવામાં ધક્કો મારીને મારી નાખવાનો પ્રયત્ન કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર થયા છે.

આ કેસની ટૂંકી હકીકત એવી છે કે, ફરીયાદી વિભુતી, ઉ.વ.૧૫ તથા આરોપી સુભાષ, ઉ.વ. ૨૧ રહે. બન્ને બિલીયાળા વાળા એકબીજાના પ્રેમ સંબંધમાં હોય આ કામના ફરીયાદીની ફરીયાદ મુજબ ગત તા. ૨૨/૬/૧૮ ના રોજ આરોપી રાત્રીના નવેક વાગ્યે ફરીયાદીના ઘર પાસે જઇ ઇશારો કરી બોલાવતા ફરીયાદીને લગ્ન કરી સાથે રહેશુ તેવી લાલચ આપી સાથે લઇ જઇ ભરવાડની વાડીએ લઇ ગયેલ જયા ફરીયાદીએ આરોપી સાથે લગ્ન કરવાની ના પાડેલ ત્યારબાદ આરોપીએ ફરીયાદીને પુછેલ કે તારે પાણી પીવું છે જેથી ફરીયાદી એ હા પાડતા આરોપીએ જણાવેલ કે તુ કુવામાં જો કેટલું પાણી છે જેથી ફરીયાદીએ કુવામા જોતા આરોપીએ ફરીયાદીને કુવામાં ધક્કો મારીને મારી નાખવાનો પ્રયત્ન કરેલ પરંતુ કુવામા પાણી ભરેલ હોય અને રાડો પાડવા લાગેલ જેથી વાડીના રસ્તેથી કોઇ નીકળતા અને કુવા પાસે આવતા ફરીયાદીએ તેના પિતાનો મોબાઇલ નંબર આપી બોલાવી આપવા વિનંતી કરેલ ત્યારબાદ ફરીયાદીના માતા-પિતાએ આવીને ફરીયાદીને કુવામાંથી બહાર કાઢેલ ત્યારબાદ ફરીયાદીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઇ.પી.સી. કલમ-૩૬૪,૩૬૬,૩૦૭ હેઠળની ફરીયાદ કરેલ છે.

આ કેસમાં કાયદાને માન આપવા આરોપી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટમાં રજુ કરતાં ગોંડલ સબ-જેલમાં મોકલી આપવામાં આવેલ ત્યારબાદ આરોપીએ તેના વકીલ નિરંજય એસ. ભંડેરી મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુકત થવા અરજી કરેલ હતી. આરોપીના વકીલે તેની દલીલમાં મુખ્યત્વે એવું જણાવેલ હતું કે, ફરીયાદીને આરોપી સાથે લગ્ન જ નહોતા કરવા તો શા માટે પ્રથમ ઘરેથી આરોપી સાથે ગયેલ અને વાડીએ પહોંચ્યા બાદ શા માટે ઇન્કાર કરેલ? ફરીયાદીની ઉંમર ૧૫ વર્ષની હોય જેથી તેનામા સામાન્ય સમજ હોય જયારે ફરીયાદમાં આરોપી ફરીયાદીને એમ પુછે છે કે તારે પાણી પીવુ છે તો તુ કુવામાં જો જયારે કુવો એ કાઇ પાણીનું માટલુ નથી કે સરળતાથી તેમાંથી પાણી ભરી શકાય જેથી આ વાત પણ માની શકાય તેવી નથી. ફરીયાદી કુવામા પડેે છે પણ શરીરે કોઇ ઇજા થતી નથી. ફરીયાદમાં જ ફરીયાદીને તરતા આવડતુ હોવાનું જણાવે છે એટલે પહેલેથી જ કોઇપણ રીતે કુવામાં ઉતરી આરોપી સામે ખોટી ફરીયાદ લખાવેલ છે. બનાવ બન્યો ત્યારે બિલીયાળા પંથકમાં એવો કોઇ વરસાદ પડેલ ન હોય તેમજ ચોમાસુ શરૂ થવામાં હોય જેથી કુવાના તળના પાણી ઉંડા જતા રહેલ હોય એટલે આશરે કુવામાં દશેક ફુટ જેવું પાણી ભરેલ હોય તેવું અનુમાન થઇ શકે તેમજ આરોપી પક્ષે કુવાના ફોટોગ્રાફસ પણ રજુ કરવામાં આવેલ અને કુવો આશરે ૭૦ ફુટ ઉંડાઇનો હોય ત્યારે એટલી ઉંચાઇએથી કોઇ વ્યકિત પડે તો ફોર્સથી પડે જેથી પાણીની પછડાટ લાગવાથી શરીર ઉપર લાલ ચકામા, ફ્રેકચર તથા કરોડરજજુની ઇજા થઇ શકે તેમજ ઓલમ્પીક ના સ્વીમીંગ પુલમાં ૩૦ ફુટની ઉંચાઇએથી ડાઇવીંગ કરવા માટે પાણીની ઉંડાઇ ઓછામાં ઓછી ૧૬.પ નક્કી કરેલ છે તેમજ પાણીના નિયમ મુજબ કોઇ વ્યકિત જેટલી ઉંચાઇએથી પાણીમાં પડે તેનાથી અડધા લેવલ સુધી પાણીમાં જાય જયારે કુવામા ૬૦-૬૫ ફુટની ઉંચાઇ પરથી ફરીયાદી પડે છે અને પાણીનું લેવલ ૧૦ ફુટ જેવું હોય અને ફરીયાદીને એક પણ ઇજા થતી નથી જેથી ફરીયાદ શંકાસ્પદ છે ફરીયાદ મુજબનો પ્રથમદર્શનીય ગુનો બનતો નથી.  વિશેષમાં આરોપી પક્ષે ગુજરાત હાઇકોર્ટના ચાર ચુકાદાઓ રજુ કરવામાં આવેલ અને જણાવવામાં આવેલ કે ફરીયાદી તથા આરોપીના લગ્નની વાતચીત ચાલતી હોય પરંતુ ફરીયાદી સગીર હોય જેથી પુખ્ત ઉમરની થયા બાદ આરોપી લગ્ન કરશે તેવુ જણાવવામાં આવતા ખોટી ફરીયાદ ફરીયાદીએ કરેલ છે જે તમામ રજૂઆતોને ધ્યાને લઇ ગોંડલના એડી. સેશન્સ જજ શ્રી પુરોહિતે આરોપીને રૂ. ૨૫,૦૦૦/-ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ તા. ૧૦/૭/૨૦૧૮ ના રોજ કરેલ છે. આ કામે આરોપી તરફે ભંડેરી એડવોકેટસ-ગોંડલ ટીમના ધારાશાસ્ત્રી નિરંજય એસ. ભંડેરી, શિવલાલ પી. ભંડેરી, અંબાગોૈરી એસ. ભંડેેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, ભકિત એસ. ભંડેરી તથા રવિરાજ પી. ઠકરાર રોકાયેલા હતા.

(12:53 pm IST)