સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

મોરબી રોડ હડાળાના પાટીયે ઝૂપડામાં સુતેલા યુવાન મહેશનું સર્પદંશથી મોત

મુળ ગોધરાનો ૨૦ વર્ષનો યુવાન વિજલાઇન ફિટીંગનું કામ કરતો'તો

રાજકોટ તા. ૧૨: મોરબી રોડ પર હડાળા સબ સ્ટેશન પાસે ઝૂપડામાં રહેતાં મુળ ગોધરાના આદિવાસી યુવાનનું સાપ કરડી જતાં મોત નિપજ્યું છે.

મુળ ગોધરાના મોરવા તાલુકાના રજાતા ગામનો મહેશ કાંતિભાઇ નાયક (ઉ.૨૦) હાલ હડાળા પાસે ચાલતા જેટકોના ૪૦૦ કે. વી. લાઇન ફિટીંગના સ્થળે મજૂરી કરી ત્યાં જ ઝૂપડામાં રહેતો હોઇ રાત્રે સાપ કરડી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ કુવાડવા પોલીસને જાણ કરી હતી. એએસઆઇ હમીરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર બે બહેન અને પાંચ ભાઇમાં નાનો હતો. તેના પિતા વતનમાં ખેત મજૂરી કરે છે. બનાવથી સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

(11:48 am IST)