સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

કચ્છ જીલ્લાના બે દિના પ્રવાસે આવતા રાજયમંત્રી આહિર

ભુજ, તા.૧૨: રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર આગામી તા.૧૪/૭ થી ૧૫/૭ સુધીના બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૧૪મીએ સવારે ૧૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી-ભુજ ખાતે જિલ્લામાં યોજાનાર રાજયકક્ષાના વન મહોત્સવની તૈયારીની સમીક્ષા અંગે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠકમાં ભાગ લેશે. બાદ બપોરે ૧૨.૩૦ કલાકે નગરપાલિકા કચેરી, ભુજ મધ્યે નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. બીજા દિવસે તા.૧૫મીએ સવારે ૧૧ કલાકે અંજાર ખાતે તેમના ધારાસભ્યશ્રીના કાર્યાલયે લોકસંપર્ક કરશે.

સેમીનાર યોજાયો

ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ, ગાંધીધામ ખાતે મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અને શ્રમ કાયદામાં સુધારા અંગે સેમિનાર જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન અને શ્રમ નિયામકશ્રી સી.જે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

સેમિનારમાં વિવિધ સંસ્થા તેમજ ઉધોગોના આશરે ૧૦૦ થી વધારે પ્રતિનિધિઓ હાજર રહયા હતા.  મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના લાભો અને તે અન્વયે કરવાની કાર્યવાહીની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા વિવિધ શ્રમ કાયદાઓમાં થયેલ સુધારા અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેમ્બર પ્રમુખશ્રી બાબુભાઇ હુંબલ, અધિક શ્રમ આયુકતશ્રી, ગાંધીનગર ડો.ડી.સી.બક્ષી, નાયબ નિયામકશ્રી એમ.એમ.દવે અને નાયબ શ્રમ આયુકત, રાજકોટના શ્રી એ.ટી.પેઈન્ટર ઉપસ્થિત રહયા હતા તેવું શ્રી જાડેજા મદદનીશ શ્રમ આયુકત, ગાંધીધામ-કચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:46 am IST)