સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

પાટણવાવ, ચિચોડ, કલાણા, ભાડેર, કાથરોટા, સમઢીયાળા અને તલગણા ગામોનો ભાદર ર કમાંડ એરીયામાં સમાવેશ કરો

ઉપલેટા તા. ૧ર : અહિના શહેર ભાજપ પ્રમુખ માધવજીભાઇ પટેલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર પાઠવી જણાવેલ છે કે ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારના પાટણવાવ, ચિચોડ, કલાણા, ભાડેર, કાથરોટા, સમઢીયાળા, તલગણા વિગેરે ગામોને ભાદર ર સિંચાઇ યોજનાના કમાંડ એરીયામાં સમાવેશ કરી સિચાઇના પાણીનો લાભ આપવા જોઇએ ઉપરોકત ગામો ભાજપના ગઢ જેવા હોય ત્યારે ભાદર ર ડેમમાં પાણી ફાજલ પડી રહે છે. ત્યારે ઉપરોકત ગામોને પાણીનો લાભ મળવો જોઇએ.

૧. કેનાલ તૈયાર થયાને ચાર વર્ષ થઇ ગયા છે. ર. આ પાણી પીવા માટે યોગ્ય નથી આખુ વર્ષ વણ વપરાયેલુ રહે છે. ૩.સિંચાઇનો ડેમ હોય છતાં હજુ સુધી પાણી છોડવામાં આવતુ નથી ૪. પાટણવાવ, કલાણા વિગેરે ગામોમાં કાયમી પાણીની અછત હોય છે પ. ભાદર કાંઠાના ગામો જયાં પાણીના અન્ય સ્ત્રોત છે ત્યાં અવાર નવાર પાણી નદીમાં છોડવામાં આવે છે.

કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ઉપરોકત વિસ્તારના ખેડુતોએ તેમને રજુઆત કરતા તેમને ભાદર ર ડેમની કેનાલનું કામ પુરૂ થયા પછી પાટણવાવ સુધી સાઇડ કેનાલ આપવા જણાવેલ હતું અને પાટણવાવ જેવા ગામોનો કમાંડ એરીયામાં પણ સમાવેશ થયેલ હોવા છતાં સિંચાઇ ખાતુ પાણી માટે કોઇ પ્રયત્ન કરતુ નથી ત્યારે ચિખલીયા અથવા હાડફોડી ગામ પાસેથી વધારાની સાઇડ કેનાલ કાથરોટા ગામ પાસેથી પાટણવાવની સીમ સુધી વધારાની નવી કેનાલ બનાવી પાટણવાવના પશ્ચિમ ભાગેથી મુખ્ય કેનાલ માણાવદર તરફ જાય છે. તેમાં ભેળવી તેનું નિરાકરણ થાય તેમ કરવા અંતમાં માંગણી કરેલ છે.

(11:42 am IST)