સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th July 2018

તમંચા સાથે હનીફ લાઇનને દબોચી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

 

   ફોટો tamancho

ભાવનગર ;ભાવનગરમાં દેશી તમંચા સાથે હનીફ લાઇનને ઝાફપી લેવાયો છે ભાવનગર: જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ આગામી રથયાત્રા શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે માટે  શહેર તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આવા ઇસમોને ઝડપી પાડવા સુચના આપેલ જે સુચના આધારે આજરોજ એસ..જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ..જી.પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ હકિકત આધારે એસ..જી. પોલીસે આરોપી હનીફભાઇ ઉર્ફે હનીફ લાઇન S/O સુલતાનભાઇ સૈયદ ( ..૩૫ રહેવાસી તેલઘાણી કેન્દ્ર પ્લોટ નંબર ૧૧૧૩ મેઘાણી સર્કલ પાસે )ભાવનગર વાળાને કુંભારવાડા સર્કલ પાસેથી એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ..જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને કામની આગળની તપાસ એસ..જી. શાખાના હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ ચલાવી રહ્યા છે.

કામગીરીમાં એસ..જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, તથા બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા હરેશભાઇ ઉલવા તથા જે.બી.ગોહિલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, નિતિનભાઇ ખટાણા જોડાયા હતા.

(11:48 pm IST)