સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

વાવાઝોડા 'વાયુ' ના આગમનના અનુસંધાને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડીયા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે

વાવાઝોડા 'વાયુ' સામે જામનગર જિલ્લો તૈયાર : સ્વૈચ્છીક સામાજીક તેમજ રકતદાન કરનાર સંસ્થાઓ સાથે બેઠક યોજાશે

જામનગર, તા.૧૨: વાવાઝોડુ 'વાયુ' આજરોજ ભયાનક ગતીથી જયારે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેની સામે પગલા લેવા સમગ્ર ગુજરાત રાજય સજ્જ છે. વાવાઝોડા ઙ્કવાયુઙ્ખ ના આગમનના અનુસંધાને જામનગર જિલ્લામાં રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા દ્વારા જિલ્લાના જોડીયા તાલુકાના સંભવીત અસરગ્રસ્ત ગ્રામ વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે તેમજ જોડીયા મામલતદાર કચેરી ખાતે પત્રકાર મિત્રોને વાવાઝોડા વિશેની છેલ્લામાં છેલ્લી માહિતીથી માહિતગાર કરવામાં આવશે. આ સમયે પત્રકાર મિત્રોને ૧:૦૦ વાગ્યે મામલતદાર કચેરી જોડીયા ખાતે ઉપસ્થિત રહેવા અને લોકો સુધી સ્પષ્ટ અને સાચી માહિતી પહોંચાડવા માટે નિમંત્રણ આપવામાં આવે છે.

આ ઉપરાંત  સાંજે ૫:૦૦ વાગ્યે કલેકટર કચેરી ખાતે સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓ તેમજ રકતદાન કરનાર સંસ્થાઓ અને જામનગરની સામાજીક વાડીઓના આગેવાનોને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા દ્વારા જામનગર જિલ્લામાં આવતી આપાતકાલીન પરિસ્થિતી અંગે અગમચેતીના પગલા સ્વરૂપે બેઠક યોજવા માટે બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં રકતદાન કરનાર લોકો આવી અને વધુ સહયોગ આપે તે માટે મંત્રીશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે. તેમજ આગામી ૩ દિવસ સુધી એટલે કે જયાં સુધી વાવાઝોડાની પરિસ્થિતી બાદ પૂર્વવત સ્થિતી સર્જાય નહી ત્યાં સુધી કલેકટર કચેરી ખાતેના કન્ટ્રોલ રૂમે મંત્રીશ્રી સતત ઉપસ્થિત રહેશે તેમજ તેની દેખરેખ હેઠળ કન્ટ્રોલ રૂમ ખાતેના નંબર ૦૨૮૮-૨૫૫૩૪૦૪ ઉપરથી લોકોને તાત્કાલીક મદદ મળી રહેશે તેની કાળજી લેશે.

(3:47 pm IST)