સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

હળવદના ચરાડવા ગામે જુગાર રમતા ૩ પકડાયા : ૩ શખ્સો છૂ

મોરબી, તા. ૧રઃ હળવદ તાલુકાના ચરાડવા ગામે જુગાર રમતા ત્રણ શખ્સોને હળવદ પોલીસે ૨ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે ત્રણ શખ્સો નાશી ગયા  હતા.

હળવદ તાલુકાના ચરાડવા ગામે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્યાં જુગાર રમતા ભરતભાઈ ચતુરભાઈ સોલંકી, સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા અને મહેશભાઈ લાલજીભાઈ સોલંકીને રોકડ રકમ ૧૧,૫૦૦, મોબાઈલ કીમત રૂ.૬૦૦૦ અને મહિન્દ્ર કંપનીની ગાડી જીજે ૩૬ ટી ૫૩૧૯ કીમત રૂ. ૨,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૨,૧૭,૫૦૦ સાથે ઝડપી પાડ્યા હતા તો હરગોવિંદભાઈ દલાભાઈ સોલંકી, પ્રેમજીભાઈ જીવાભાઈ સોલંકી અને અજીતભાઈ વિરુભાઈ રાજપૂત નાશી ગયા હોવાથી તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

(1:24 pm IST)