સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

હરિકૃષ્ણધામ ખાતે ભગવાનને ચંદન-મેવાનો શણગાર

હળવદઃ  રણજીત ગઢ ગામ પાસે આવેલા હરિકૃષ્ણ ધામ ખાતે ભગવાનને ચંદન તથા મેવાના વાઘા અર્પણ કરાયા. ઉનાળાની કાળઝાળ ગરમીમા ઠંડક મેળવવા માટે માનવી અનેક વિધ કીમિયો કરે છે ઠંડા પીણા પીને પંખા એ.સી જેવા સાધનો દ્વારા ઠંડક મેળવવા પ્રયત્ન કરે છે જયારે પશુઓ પંખીઓ વૃક્ષના છાંયડામા બેસીને ગરમીમાં રાહત મેળવે છે ત્યારે મંદિરોમાં પણ ભગવાનને ગરમી લાગતી હોય ત્યારે ભગવાનને ઠંડક થાય માટે પંખા એ.સી અને ચંદન ના વાઘા પહેરાવવામાં આવે છે હળવદ તાલુકાના રણજીત ગામે આવેલ હરિકૃષ્ણ ધામ ખાતે ભગવાન દ્યનશ્યામ મહારાજ તથા શ્રીજી મહારાજને તપોમૂર્તિ ભકિત હરીદાસ સ્વામી, ઙ્ગકોઠારી સ્વામી તથા હરિભકતો દ્વારા ચંદનના વાઘા તથા કાજુ બદામ અંજીરના વાધા પહેરાવવામાં આવેલા હતા. (તસવીર હરીશ રબારી હળવદ)

(12:05 pm IST)