સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th June 2019

જાફરાબાદ-વેરાવળ-ઉનામાં વરસાદઃ કોડીનાર-ગોંડલમાં છાંટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની અસર શરૃઃ વાદળછાંયા વાતાવરણ સાથે ફુંકાતો પવન

પ્રથમ તસ્વીરમાં ગોંડલ અને બીજી તસ્વીરમાં સુરેન્દ્રનગર જીલ્લામાં વાદળછાંયુ વાતાવરણ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ, ફઝલ ચૌહાણ -વઢવાણ) 

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે 'વાયુ' વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. અને જાફરાબાદ, વેરાવળ, ઉના, દિવ, સહિતનાં  વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

પવનના સુસવાટા સાથે ગરમીમાં રાહત અનુભવાઇ છે.

અમરેલી

અમરેલી : અમરેલી શહેરમાં આજે સવારે તડકાવાળુ વાતાવરણ છે જયારે અમરેલી જીલ્લાનાં જાફરાબાદમાં આજે સવારે ૧૦ મીનીટ સુધી વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ બંદર ઉપર કલેકટર આયુષ ઓક સહિત તંત્રના અધિકારીઓ પહોંચ્યા હતાં. અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

વેરાવળ

વેરાવળ : શહેરમાં પણ આજે સવારે ઝાપટારૂપે વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ ઉપરાંત સોમનાથ-વેરાવળ માં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.

ઉના

ઉના : અહીં સવારે ભારે પવન સાથે ૧પ મીનીટ સુધી વરસાદ વરસી ગયો હતો.

વરસાદ બાદ અસહ્ય બફારો શરૂ થયેલ છે. વરસાદથી રોડ ઉપર પાણી વહી ગયા હતાં. ઉના ગીર ગઢડા તાલુકામાં સંભવિત વાવાઝોડા સામે તંત્ર એલર્ટ થયેલ છે. અને આગોતરા આયોજન કરીને તકેદારીના પગલારૂપે લોકોને સાવચેત કરી રહેલ છે.

ગોંડલ

ગોંડલ : શહેરમાં પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા પડયા હતાં.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩૮ મહત્તમ ર૮.પ લઘુતમ ૯૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કોડીનાર

કોડીનાર : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ પડયો હતો.

વઢવાણ

વઢવાણ :   સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો છેલ્લા દ્યણા સમય થી આસમાને પહોંચ્યો હતો જિલ્લાનું ગરમીનું તાપમાન છેલ્લે છેલ્લે ૪૬ ડિગ્રી ના પાર પહોચ્યું હતું.ત્યારે ગઈ કાલ થી જ જિલ્લા ના વાતાવરણ માં અચાનક પલટો જોવા મળ્યો હતો.

ગઈ કાલ થી સાંજ ના સમય થી જિલ્લા માં ગરમી નું પ્રમાણ વધારે થયું હતું.જિલ્લા માં અચાનક વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું. અને હાલ પણ સવાર થીજ ઝાલાવાડ પંથક માં કાળા વાદળો નઝરે પડ્યા હતા.ત્યારે જિલ્લા માં બફારો વધ્યો છે.

વાયુ વવાઝોડું સૌરાષ્ટ્ર કરછ તરફ આગળ વધી રાહુ છે.ત્યારે ગણતરી ના કલાકો માજ આ વવાઝોડું સૌરાષ્ટ્ર માં પ્રવેશ મેળવે તેવા પ્રચંડ દ્યોસના અને શકયતા ઓ વર્તાય રહી છે.ત્યારે સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાત માં અચાનક વતાવરણ માં પલટો જોવા મળ્યો છે.

ત્યારે અમુક જિલ્લાઓમાં વરસાદ પણ ધીમી ધારે શરૂ થઈ ચૂકયો છે.ત્યારે સરકાર દવારા સૌરાષ્ટ્ર ની મોટા ભાગ ની શાળા ઓ બંધ રાખવા સૂચન પણ કરવા માં આવ્યુ છે.ત્યારે સરકાર દવારા વાવજોડા સામે રક્ષણ મેળવા અને ઓછી જાન હાનિ થાય તે માટે પૂરતી સુરક્ષા વેવસ્થા કરવા માં આવી છે.ત્યારે માછીમારો ને દરિયો ના ખેડવા પણ સલાહ આપવા માં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર તંત્ર દવારા સુરેન્દ્રનગર જિલ્લા અને કરછ વચ્ચે આવેલા રણ માં અગરીઆઓ મીઠું પકવે છે.અને રણ માજ પડ્યા રહે છે.આ અગારીઆઓ ને બે દિવસ સુધી રણ માં ના જવા માટે સૂચન આપવા માં આવ્યું છે .ત્યારે આગામી સમય માં લોકો પોતાની સુરક્ષા સ્વયંભૂ જાળવે તેવી તાકીદ કરવા માં આવી રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજ સવાર થીજ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.ત્યારે વાદળ છાયા વાતાવરણ વચ્ચે બફારો વધ્યો છે.ત્યારે આગામી ૨૪ કલાક માં વાયુ વવાઝોડું ગુજરાત ને અડકી જવા ના પુરા એંધાણ છે.

(11:13 am IST)