સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

વિસાવદરના બે માસુમ મુસ્લિમ બાળકોએ હરણી રોજુ રાખ્યું

વિસાવદર તા.13 : તપ-તપશ્રયા-સમર્પણ અને બલિદાનનો માસ એટલે પવિત્ર રમઝાન માસ..ઈસ્લામ ધર્મમાં રમઝાન માસનુ વિશેષ મહત્વ છે.આ માસમાં મુસ્લિમ સમાજનાં અબાલ-વૃદ્ધ સૌ રોજા રાખતા હોય છે...એમાંયે 27માં રોઝાનુ વિશેષ મહત્વ છે.આ રોઝાને "હરણી રોઝા"તરીકે ઓળખાય છે.આ રોઝુ વિવિધ ધર્મ-સંપ્રદાયના લોકો ઉપરાંત ખુદ હરણી પણ રાખતી હોવાની માન્યતા છે...વિસાવદરના બે માસુમ મુસ્લિમ બાળકો(1) મુખ્તાર હનીફભાઇ ઘોઘારી-ઉ.વ.7 તથા (2) ઈશલફાતેમા (સોનુ)નાસીરભાઇ ઘોઘારી- ઉ.વ.6 એ પણ 27મુ હરણી રોઝુ રાખી ઉમદા દ્રષ્ટાંત પુરૂ પાડ્યું હતુ.અત્યારે ધોમધખતા તાપમાં લેશમાત્ર ખાધા-પીધા વીના ગળા નીચે થુંક પણ ઉતાર્યા વીના આ બન્ને બાળકોએ આખુ રોજુ સંપન્ન કર્યુ હતુ.

(11:39 pm IST)