સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જામનગર જિલ્લામાં જાહેરનામા ભંગના 50 કેસ : કાલથી લગ્ન સમારંભમાં કડક ચેકીંગ

લગ્નમાં 50 વ્યક્તિથી વધુ માણસો હશે તો વાડી માલીક તથા ઘરધણી તથા લગ્ન કરાવનાર ગોર મારાજ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે

જામનગર : આજે જાહેરનામા ભંગના અંદાજે જામનગર જિલ્લામાં 50 કેસ કરવામાં આવેલ છે તેમજ કાલ થી લગ્ન સમાંરભ માં કડક ચેકીંગ કરવામાં આવશે 50 વ્યક્તિ કરતા વધારે માણસો હશે તો વાડી માલીક તથા ઘરધણી તથા લગ્ન કરાવનાર ગોર મારાજ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જામનગર એસઓજી દ્વારા સૂચના અપાઈ છે

(10:52 pm IST)