સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

મોરબીના વિવિધ વિસ્તારોમાં રેપીડ કોરોના ટેસ્ટ કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબી : ગઈકાલે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ‘જીવન રક્ષા અભિયાન’ અંતર્ગત નિલકમલ સોસાયટી તેમજ લીલાપર રોડના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તેમજ કોવિડ રેપીડ ટેસ્ટિંગ કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં આશરે 67 જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.
   ઉલ્લેખનીય છે કે યંગ ઇન્ડિયા ગ્રુપનો ‘જીવન રક્ષા રથ’ મેડિકલ ટિમ અને દવાઓ સાથે મોરબીના વિવિધ વિસ્તારોની મુલાકાત લે છે. અને લોકોને કોરોના વાયરસ તેમજ મ્યુકોરમાઇકોસીસ રોગ વિશે જનજાગૃતિ ફેલાય તે હેતુથી માહિતી આપી અને અને આ રોગથી કેમ બચી શકાય તે વિશે વિસ્તૃત રીતે સમજાવવામા આવે છે

(10:27 pm IST)