સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળિયા તાલુકાના વધુ ચાર ગામોની મુલાકાત લીધી

ગામડાઓનો પ્રવાસ કરીને સ્થાનિક પ્રશ્નોથી વાકેફ થઇ તેના ઉકેલ માટે જીવંત લોકસંપર્ક

મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ગામડાઓનો પ્રવાસ કરીને સ્થાનિક પ્રશ્નોથી વાકેફ થઇ તેના ઉકેલ માટે જીવંત લોકસંપર્ક જાળવી રહ્યા છે જે અંતર્ગત માળિયા તાલુકાના વીરવિદરકા, ફતેપર, પંચવટી (ખીરઈ) અને હરીપર ગામોની મુલાકાત લીધી હતી
ફતેપર ગામમાં ચોમાસામાં મચ્છુ નદીના પુરને લીધે વિદરકાના કાંઠાની જમીનને થતી નુકશાની અંગે, નર્મદા કેનાલની મરામત અને વિદરકાના રસ્તા બાબતે રજૂઆત કરી હતી ફતેપર ગામે ચોમાસામાં મચ્છુ નદીના વધુ પાણી છોડવાથી પાકને થતું નુકશાન અટકાવવા માંગ કરી હતી ખીરઈ ગામે સ્થાનિક પ્રશ્નો અંગે ગામના આગેવાને ધ્યાન દોર્યું હતું તેમજ હરીપર ગામે મચ્છુ નદીના નીરને રોકવા, પાળો બાંધવા આગ્રહ રાખ્યો હતો
જે પ્રશ્નો અંગે ધારાસભ્યે વખતો વખત પુરને કારણે કાંઠાના ગામોને પડતી મુશ્કેલીઓ અંગે વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે ઉપરાંત નર્મદા મેઈન લાઈનમાંથી કનેક્શન આપવા જરૂરી સૂચનાઓ આપશે તેમજ સ્ટેટ હાઈવે વાધરવાથી પંચવટીને જોડતો નોન પ્લાન રસ્તો મંજુર કરવા ધારાસભ્ય તરીકે કરેલ દરખાસ્ત અંગે માહિતી આપી હતી

(10:24 pm IST)