સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

ખંભાળીયામાં જાહેરમાં ચાલતી બર્થ ડે પાર્ટી ઉપર પોલીસ ત્રાટકી

ત્રણ ઝડપાયાઃ ચાર ભાગી જતા ગુનો નોંધી કાર્યવાહી

ખંભાળીયા, તા., ૧૨: ખંભાળીયા માર્કેટીંગ પાસે આવેલી મઢુલી રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં બર્થ પાર્ટીની ઉજવણી ઉપર પોલીસ ત્રાટકતા ત્રણ યુવકો ઝડપાયા હતા. જયારે ચાર નાશી છુટતા તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

 વિગત મુજબ એએસઆઇ ભદ્રેશભાઇ ચાવડા સહીતનો પોલીસ સ્ટાફ રાત્રે પેટ્રોલીંગમાં હોય ત્યારે માર્કેટીંગ યાર્ડ પાસે મઢુલી રેસ્ટોરન્ટ નજીક કેટલાક યુવકો બર્થ પાર્ટીની ઉજવણી કરી કેક એક-બીજાને લગાડી માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવતા હોવાનું જોવા મળતા પોલીસે કરણ વિનોદ ઘેડીયા રહે. ક્રિષ્ના પાર્ક રેલ્વે સ્ટેશન પાસે, આશીષ જીતેન્દ્ર જોષી રહે. હજામ પાડો, જુની મામલતદાર ઓફીસ પાસે, અર્જુન ઉર્ફે નાગડો કરશન આશાણી રહે. સોની બજાર લુહાર શાળ વાળાને ઝડપી લીધા હતા. જયારે રાજેશ રામા ખુંટી, કિશન ઉમેશ ગોકાણી, જતીન ગોસાઇ અને કૌશીક નકુમ નામના શખ્સો નાસી જતા તેમની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્યાણપુરના લાંબાગામે પાના ટીંચતા ચાર ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા બબાભા રણમલભા માણેક, રમુ દેવા બથીયા, રાજા સાંગણભા ગરચર, કાનાભા વીરાભા ભાયયા, કરશનભા નથુભા માણેકને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ ર૯૮૦ની મતા કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:58 pm IST)