સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

વિસાવદર સરકારી હોસ્પિટલમાં ઓકસીજન કોન્સ્ટ્રટર મશીન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતા ધારાસભ્ય હર્ષદ રિબડીયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૨:  વિસાવદર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ પોતાની ગ્રાન્ટમાંથી ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન કિંમત રૂ.૧૦૦૦૦૦/- એક લાખનું એનાયત કરી ઓકિસજનની ઉણપ દૂર કરી કોવિડ-૧૯ને દર્દીઓ માટે સુવિધા પૂરી પાડવામાં આવી છે. આવી અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી સરળતાથી ઓકિસજન મળી રહે અને કોરોના ગ્રસ્ત દર્દીના જીવનમાં નવી જિંદગી મળ્યાનો અહેસાસ થાય તે માટે ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન ખૂબ જ આવશ્યક ગણાય છે.ધારાસભ્યશ્રીના ધર્મપત્ની નિશાબેન હર્ષદભાઈ રીબડીયા એ પોતાની બચત કરેલી મૂડીમાંથી કોરોના વાયરસના દર્દીઓના જીવનને ઉજાગર કરવા બચત મૂડીમાંથી ૪૦ જેટલા ઓકિસજન સિલિન્ડર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર  વિસાવદર કોવિડ-૧૯ દર્દીઓની સેવા કાજે  રીફિલિંગ બોટલ જરૂરિયાત તમામ દર્દીઓ માટે અર્પણ કરેલ છે.તેમ છતાં હજુ પણ જેટલા ઓકિસજનના બાટલા ની જરૂર હશે.તે પૂરા પાડવા માટે નિશાબેન રીબડીયા એ સંકલ્પ કરેલ છે.ખુદ નિશાબહેન એ જણાવેલ કે, આપણે માનવતાવાદી છીએ એટલે એકબીજાના સહકારથી ચારે તરફ ફેલાયેલ જીવલેણ કોરોના વાયરસના વિષાણુઓ સામે ઝઝૂમવા ખુદ આપણે આપણી રોગપ્રતિકારક શકિત વધારવી પડશે.વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે નાળિયેર પાણી ,લીંબુ પાણી, મોસંબી જ્યૂસ ,દવા ,પૌષ્ટિક આહારની વ્યવસ્થા પણ નિૅંશુલ્ક કરવામાં આવશે. હાલ આરોગ્ય કેન્દ્રના પરિસરમાં કુલન વોટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંકમાં આ બધી સુવિધાઓ સાથે દર્દી જલ્દીથી રિકવર થઇ, નવી જિંદગી મળ્યાનો સંચાર થતો અનુભવશે.લોકાર્પણ કાર્યક્રમમાં સજોડે ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયા તથા નિશાબેન રીબડીયા, જિલ્લા પંચાયત સદસ્યા ચંદ્રિકાબેન વાડોદરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરિયા, જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય મુનેશભાઈ પોકિયા , તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય સુભાષભાઈ ગોંડલીયા, તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ મહેતા, ડૉ. ફુલેત્રા, ડૉ. ગળચર, ડૉ.ડોડીયા,ડૉ.રાજન, વિવેક રીબડીયા, સી. વી. જોશી,મુકેશ રીબડીયા ઉપસ્થિત રહ્યા હતા.

(12:58 pm IST)