સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જુનાગઢની પરિણીતાને મારમારી રૂ. ૩૦ લાખની માંગણી કરી દિકરી સાથે કાઢી મુકી

પતિ, સાસુ-સસરા અને બે નગર સામે પોલીસ ફરીયાદ

(વિનુ જોષી) જુનાગઢ, તા. ૧ર : જુનાગઢની પરિણીતાને મારામારી રૂ. ૩૦ લાખની માંગણી કરી દિકરી સાથે સાસરીયાએ કાઢી મુકી હોવાની ફરીયાદ થતા ચકચાર વ્યાપી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, દૃષ્ટિબેન કપિલ રવીયા (ઉ.વ.૩૧) ના લગ્ન વર્ષ-ર૦૧ર માં માળીયા હાટીના ખાતેના ગાયત્રી એજન્સીવાળા શાંતિલાલ કાળાભાઇ રવીયાના પુત્ર કપિલ સાથે થયેલ.

પરંતુ હાલ જુનાગઢમાં ઝાંઝરડા રોડ સ્થિત શ્રી પેલેસમાં રહેતા પતિ કપિલ તેમજ માળીયા ખાતે રહેતા સસરા શાંતિલાલ, સાસુ-મંજુલાબેન, નણંદ-ભાવીશા અનીલકુમાર શીલુ તથા મહેશ્વરીબેન શાંતિલાલે કરીયાવર તેમજ દિકરીના જન્મ બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરેલ.

તેમજ નાની-મોટી બાબતમાં ગાળો આપી ઢીકાપાટુનો મારમારી અને મકાન લેવા માટે રૂ. ૩૦ લાખની માંગણી કરી દૃષ્ટિબેન તથા તેની દિકરીએ ઘરમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે પરિણતાએ રાત્રે જુનાગઢ મહિલા પોલીસમાં નોંધવતા મહિલ પી.આઇ. આર.બી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)