સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

ચાંપરડાની જય અંબે હોસ્પિટલમાં ઓકસીજન પ્લાટનો શુભારંભ

 જુનાગઢ : ચાંપરડા ખાતે પુ.મુકતાનંદબાપુએ ૧ર વર્ષ પહેલા સ્થાપના કરેલ જય અંબે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ આ વિસ્તારના ર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ રહી આ હોસ્પીટલમાં દર્દી દેવોભવોને તમામ પ્રકારની બિમારીની સારવાર દવાઓ દાખલ થવા માટે તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવી રહી છે અને હાલ કોરોનાની મહામારીમાં પુ.મુકતાનંદબાપુ હાલ આ પંથકના વિવિધ ગામડાઓમાં ૧૦૦૦ થી વધારે કુટુંબોને સેનેટાઇઝર બોટલો માસ્ક તથા નાશ લેવાના મશીનનુ વિના મુલ્યે વિતરણ કરાયુ હતું. તેમજ હેલ્થ એઇડટ્રસ્ટ સંચાલીત પુ.મુકતાનંદજીબાપુ કોવિડ કેર સેન્ટરમાં ર૦૦ થી વધુ દદીઓ કોરોનાની સારવાર લઇ સ્વસ્થ થયા છેઅને દર્દીઓને ઓકિસજનની જરૂર અવાર નવાર પડતી હોય ત્યારે જુનાગઢ લેવા આવવુ પડતું અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પીટલ ખાતે ગઇકાલે સાંજે પુ.મુકતાનંદબાપુ ૧પ એનએમ૩ એચ.આર તો કાયમી ધોરણે ઓકિસજન પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો  ઉપરોકત તસ્વીરમાં વિધિવત પ્લાન ખુલ્લો મુકતા પુ.મુકતાનંદબાપુ સાથે સંદાનંદબાપુ સંજયભાઇ વઘાસીયા વગેરે નજરે પડે છે.(અહેવાલ-વિનુ જોષી- જુનાગઢ)

(12:56 pm IST)