સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

મોરબીના નઝરબાગ ફિલ્ટર હાઉસ નજીક લાઇન તૂટી જતા પાણીનો વેડફાટ

મોરબી,તા. ૧૨: મોરબીના નઝરબાગ નજીક આવેલ ફિલ્ટર હાઉસ પાસે પાણીની લાઈન લીકેજ થતા પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળે છે કાળઝાળ ગરમીમાં અનેક વિસ્તારમાં પાણીની પારાયણ જોવા મળતી હોય છે ત્યારે કીમતી પાણી વેડફાઈ રહ્યું છે જે રોકનાર કોઈ નથી.

મોરબીના નઝરબાગ ફિલ્ટર હાઉસ પાછળ મચ્છુ નદીની પાણીની લાઈન તૂટી જતા પાણીનો બગાડ થઇ રહ્યો છે સતત પાણી વહી રહ્યું હોય અને કીમતી પાણી વેડફાઈ રહ્યું છે છતાં જવાબદાર તંત્ર પાસે લાઈન રીપેર કરવાનો સમય ના હોય તેમ લાગી રહ્યું છે અહીના ફિલ્ટર હાઉસથી પાણી લીલાપર અને રવાપર ગામો સુધી પહોંચતું હોય છે જોકે લાઈન લીકેજથી પાણી વેડફાઈ રહ્યું છે તેમ પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું અનેક દિવસોથી પાણી વેડફાઈ રહ્યું છે છતાં જવાબદાર તંત્રએ કોઈ કાર્યવાહી કરી ના હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

(12:46 pm IST)