સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

વળી પાછો કમોસમી વરસાદ : ધોમધખતો તાપ યથાવત

ગઇકાલે સાંજે કોટડાસાંગાણી, આટકોટ, જસદણ પંથકમાં માવઠુ પડતા ખેડૂતોમાં ચિંતા

તસ્વીરમાં કોટડાસાંગાણી, જસદણ, આટકોટ પંથકમાં પડેલ વરસાદ નજરે પડે છે.

રાજકોટ, તા. ૧ર :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ વળી પાછો કમોસમી વરસાદ વરસી જાય છે. ગઇકાલે પણ ધોમધખતા તાપ વચ્ચે કમોસમી વરસાદ પડયો હતો.

કાલે સાંજે કોડાસાંગાણી જસદણ, આટકોટ પંથકમાં માવઠુ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

ગઇકાલે સુરેન્દ્રનગરમાં ૪૧.૧ ડિગ્રી, અમરેલી ૪૦.પ, રાજકોટ ૪૧, જામનગર ૩પ.પ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ સહિત વીરનગર નાની લાખાવડ  બળઘુઈ રાજા વડલા સહિતના ગામમાં સાજે વાતાવરણમાં પલટો આવ્યો અને વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો પહેલા મીની વાવાઝોડું ફુંકાયું હતું ધુળ ની ડમરી સાથે વરસાદ પડ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી આખો દિવસ ગરમી ઉકળાટ લોકો પરેશાન હતાં સાજે વાતાવરણમાં પલટો આવ્યો અને વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો રસતા પર થી પાણી ફરી વળ્યાં હતાં  વિજળી રાબેતા મુજબ ચાલી ગય હતી    થોડી વાર વરસાદ પડ્યો હતો જોકે લોકો ને ગરમી થી રાહત મળી હતી આટકોટ ખેડુત ની ઉપાડેલી તલી નો પાક બગડી ગયો હતો.

 કોટડાસાંગાણી

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી સહીતના આસપાસના ગામોમા સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.તો બીજી તરફ ખેતરોમાં રહેલ ઉનાળુ પાકમા  ડુંગળી લષણ મગ તલ સહીતના પાકને  નુકસાન થયુ છે.

કોટડાસાંગાણી સહીત આસપાસના ગામોમા સાંજના સુમારે વાતાવરણમા અચાનક પલ્ટો આવ્યો હતો.અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.જોતજોતામાં ચોમાસાની માફક વરસાદ તુટી પડ્યો હતો. પુરા દિવસના બફારા બાદ સાંજના સુમારે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અને લોકોને ગરમીથી રાહત મળી હતી.જ્યારે અચાનક તુટી પડેલા વરસાદે ખેડૂતોને રીતસરના દોડાવ્યા હતા અને ખેડૂતો વાડિમા ખુલામા રહેલ લષણ અને ડુંગળી ને પલળતી બચાવવા માટે તાડપત્રી લ ઈને દોડી ગયા હતા.જ્યારે મગ તલ મકાઈ સહીતના પાકને વ્યાપક નુકશાન થયું છે. કમોસમી વરસાદના કારણે કોટડાસાંગાણી ની બજારોમા પાણી વહેતા થયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩પ.પ ડિગ્રી, લઘુતમ ર૬.પ ડિગ્રી, હવામાન ભેજ ૭૯ ટકા, પવનની ઝડપ ૧ર.૭ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.  

(12:48 pm IST)