સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જસદણની મોડેલ સ્કુલમાં ચાલતી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની રિકવરીની સંખ્યા વધી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૨ : જસદણની મોડેલ સ્કુલમાં કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા દ્વારા આઠ દિવસ પહેલા ચાલુ કરવામાં આવેલ કોવિડ હોસ્પીટલમાં અત્યાર સુધી કુલ ૬૦ દર્દીઓ દાખલ થયેલા હતા. જેમાંથી ૨૫ ને સ્વસ્થ કરીને ઘરે રજા આપવામાં આવી છે. અને હાલમાં ૩૫ દર્દીઓ દાખલ છે.

આ દર્દીઓની સઘન સારવાર માટે કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં માર્ગદર્શન હેઠળ કુવરજીભાઈનો પુત્ર ડો.મનીષ બાવળીયા, ડો. રામાણી, ડો.કટેશીયા, ડો. વિજય વાવડીયા, ડો. વિરાજ ગોરવાડીયા માનદ સેવા આપી રહ્યા છે અને તમામ દર્દીઓની યોગ્ય સારવાર કરી રહ્યા છે.

ઉપરાંત આયુષ ડોકટરોમાં ડો.જય સાકરીયા, ડો. મનીષ ગોહેલ, ડો.સાહિલ જટમલ, ડો. અપેક્ષા સાંયઝા, ડો.જય ચૌહાણ વગેરે ફુલટાઇમ ડ્યુટી નિભાવી રહ્યા છે તેમજ ત્રણેય સીટમાં નર્સિંગ સ્ટાફ ખડે પગે દર્દીઓની સારસંભાળ લઇ રહ્યા છે. અહીં દાખલ થયેલા દર્દીઓને સવારમાં નિશુલ્ક પૌષ્ટિક નાસ્તો ચા, બે ટાઈમ ભોજન બપોર પછી ફ્રુટ, કઠોળ ,સૂપ વગેરે અને રાત્રે હળદરવાળું ગરમ દૂધ આપવામાં આવે છે તેમજ દર્દી સાથેના તેમના તમામ સગા વ્હાલાઓને પણ નિઃશુલ્ક ત્રણેય ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ દાતાઓ તરફથી પણ નાસ્તો, સૂપ, કઠોળ વગેરે પણ આપવામાં આવી રહ્યું છે.

વહીવટી તંત્રમાં નાયબ કલેકટર ગલચર  ,મામલતદાર પારસ વંદા, નાયબ મામલતદાર તુષાર દેવમુરારી , રેવન્યુ તલાટી મનસુખભાઈ અને જે .જે રોજાસરા ,મયુરસિંહ ગોહિલ જગદીશ આલ વગેરે સુંદર કામગીરી સંભાળી રહ્યા છે.

કોવિડ કેર સેન્ટર નો સમગ્ર વહીવટી સંચાલન અને દેખરેખ સર્વ સમાજના આગેવાનો સાથે મળીને કરી રહ્યા છે જેમાં પ્રેમજીભાઈ રાજપરા, ધીરૂભાઈ ભાયાણી, હિરેનભાઈ સાકરીયા દીપુભાઈ ગીડા, દુર્ગેશભાઈ કુબાવત, ડો.સંજયભાઈ સખીયા, શામજીભાઈ ડાંગર, ઘનશ્યામભાઈ લાખાવાડ વાળા, કેતનભાઈ લાડોલા, પ્રવીણભાઈ ઘોડકીયા, જાદવભાઈ માળવીયા, નિર્મલભાઈ ચાવડા, સંજયભાઈ રાજપરા વગેરે આગેવાનો સેવાકીય કામગીરી કરી રહ્યા છે.

(11:43 am IST)