સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

ગોંડલના કોલીથડમાં શકિતમાન કંપની દ્વારા એમ્બ્યુલન્સની ભેટ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨ : રાજકોટ અને ગોંડલ હોસ્પિટલમાં જવામાં અગવડતા ન પડે તે માટે શકિતમાન રોટાવેટરના માલિક હસુભાઇ ગોહેલ દ્વારા એમ્બ્યુલન્સની આજીવન સેવા શરૂ કરાઇ છે.

ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તાલુકા ભાજપના આગેવાન મનોજભાઇ અકબરી પાટીયાળીના સરપંચ ઇન્દુભા જાડેજા, કોલીથડ સરપંચ ગોપાલભાઇ સાવલીયા તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન વિસ્તારના સરપંચોએ આ સેવા બિરદાવી છે. આ એમ્બ્યુલન્સ કોલથડ સી.એમ.સી સેન્ટર ઉપર કાર્યરત રહેશે.

(11:42 am IST)