બળધોઇમાં આઇશર ટ્રકે બાઇકને ઉલાળતાં ૧૯ વર્ષના જયેશનું મોત
ગામમાં દૂધ દઇ વાડીએ જતો'તો ત્યારે હનુમાનજીના મંદિર પાસે બનાવ : યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ સાકરીયા પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૫: જસદણના બળધોઇ ગામમાં આઇશર ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇકચાલક ઓગણીસ વર્ષના યુવાનને ગંભીર ઇજા થતાં રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
બળધોઇ રહેતો અને પરિવારને ખેતી કામમાં મદદરૂપ થતો જયેશ ભરતભાઇ સાકરીયા (ઉ.વ.૧૯) ગઇકાલે સાંજે વાડીએથી ગામના મકાને દૂધ આપી પાછો બાઇક પર વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં હનુમાનજીના મંદિર પાસેથી ગોળાઇમાં આઇશર ટ્રકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે જાણ કરતાં આટકોટ પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર જયેશ બે ભાઇ અને એક બહેનમાં સોૈથી નાનો હતો. લાડકવાયા અને યુવાન દિકરાના મોતથી સાકરીયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.