સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

જસદણમાં મોબાઇલમાં મેસેજ કર્યાની શંકાએ રોનક પર પાંચ શખ્સોનો હુમલો

અખબાર વિતરણનું કામ કરતાં યુવાનને રાજકોટ સારવાર અપાવાઇ

રાજકોટ તા. ૧૨: જસદણમાં આલમજી શેરીમાં રહેતાં અને અખબાર વિતરણનું કામ કરતાં રોનક જગદીશભાઇ દેસાણી (ઉ.વ.૨૩)ને સાંજે પાંચેક વાગ્યે ગોકુલ પાન પાસે હતો ત્યારે ચાર-પાંચ શખ્સોએ ઝઘડો કરી લાકડી પાઇપથી માર મારતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં વિવેક, મેહુલ, તુલસી સહિતના પાંચ શખ્સોએ હુમલો કર્યાનું જણાવાતાં તે મુજબની એન્ટ્રી નોંધાવાઇ હતી. રોનકના ભાઇ સાગરભાઇના કહેવા મુજબ વિવેક સહિતે રોનકને તું મોબાઇલમાં મેસેજ કરે છે એવા આક્ષેપો કર્યા હતાં. રોનક પાસે સાદો મોબાઇલ હોઇ છતાં સોશિયલ મિડીયામાં મેસેજ કર્યાનો આરોપ મુકી માથાકુટ કરાઇ હતી. મારકુટ કરી મોબાઇલ પણ ઝૂંટવી જવાયો હતો. આક્ષેપો અંગે જસદણ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:37 am IST)