સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th May 2021

વિન્ડો એ.સી. હટાવી ચોરી કરતી ટોળકી ગાંધીધામમાં મુદ્દામાલ સાથે ઝબ્બે

ભૂજ, તા. ૧૨ :. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા બોર્ડર રેન્જ ભૂજ તથા મયુર પાટીલ પોલીસ અધિક્ષક પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓએ પૂર્વ-કચ્છ જીલ્લામાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા અંજાર વિભાગે ગાંધીધામ એ-ડિવીઝન પો. સ્ટે. એ.ગુ. ૨. નં. ૦૭૪૧/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબના કામે આરોપી તથા મુદામાલ શોધવા પોલીસ ઈન્સપેકટર ડી.એમ. ઝાલા ગાંધીધામ એ-ડિવીઝનને સૂચના આપેલ હોય જે આધારે પો. કોન્સ. જગદિશભાઈ ખેતાભાઈનાઓને હ્યુમન શોર્સની મદદથી મળેલ બાતમી આધારે ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફની ટીમ બનાવી ખોડીયારનગર દશામાના મંદિરની બાજુમાં આવેલ આરોપીના ઘરેથી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જેમા આરોપીઓ (૧) ક્રિષ્ના કિશન દેવીપૂજક (ઉ.વ.૨૨) રહે. ડો. હોતચંદાણી હોસ્પીટલ સામે રોડ ઉપર ઝુપડામાં ગાંધીધામ, (૨) નવીન સોમા રાફુચા (દેવીપૂજક) (ઉ.વ. ૨૦) રહે. ખોડીયારનગર દશામાના મંદિરની બાજુમાં ગાંધીધામ, (૩) ગોપાલ ગોવિંદભાઈ દેવીપૂજક (ઉ.વ.૧૯) રહે. ડો. હોતચંદાણી હોસ્પીટલ સામે રોડ ઉપર ઝૂપડામાં ગાંધીધામ પાસેથી (૧) બેટરી નંગ ૦૧ કિં. રૂ. ૮૪૦૦, (૨) લેનોવો કંપનીનુ જી.૫૦ લેપટોપ કિં. રૂ. ૨૨૫૦૦, (૩) એચ.પી. કંપનીનો લેપટોપ કિં. રૂ. ૩૦૦૦૦ કુલ કિં. રૂ. ૬૦૯૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

ઉપરોકત આરોપીઓ વીન્ડો એ.સી. હટાવી તેમાંથી ઓફિસ/ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે

(11:36 am IST)