ચોટીલાનાં ગુંદા પંથકમાંથી ૧ લાખનો દારૂ કબ્જે
દારૂ ભરેલ કાર મુકી બુટલેટર નાસી છૂટ્યો પણ સીટ પલળેલી મળતા રમુજ ફેલાયું
ચોટીલા તા.૧૨: ચોટીલાના મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે ઇગ્લીશ દારૂની હેરફેર અને જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે જોકે બુટલેગરો નાસી છુટવામાં સફળ રહ્યો હતો.
ગત રાત્રીનાં અંધારામાં પીએસઆઇ ડી. બી. ચૌહાણ તથા તેમની ટીમને મળેલ હકિકતનાં આધારે ગુંદા વિસ્તારમાં સ્કોર્પિયો નો પીછો કરતા બૂટલેગર આરોપી રાજુ ઉર્ફે નાજાભાઇ મોહનભાઇ પરાલીયા કાર રસ્તામાં મુકી નાસી છુટેલ હતો કાર માંથી ભારતીય બનાવાટના ઇગ્લીશ દારૂ વ્હીસ્કીની ૧૨૦ બોટલ મળી આવેલ હતી જેના આધારે નજીકમાં આવેલ આરોપી ની વાડી એ છાપો મારતા લીલા જુવાર માંથી અલગ અલગ બ્રાન્ડની વધુ ૨૩૮ ઇગ્લીશ દારૂની મળી આવતા દારૂ રૂ. ૧.૦૭.૪૦૦ના દારૂ અને કાર મળી કુલ રૂ. ૪.૦૭.૪૦૦ નો મુદ્દામાલ પકડી પાડી આરોપી અને તપાસમાં ખુલે તે તમામ વિરૂદ્ઘ ગુનો દાખલ કરી બુટલેગરને પકડવા તજવીજ હાથ ધરેલ છે.
ગુંદા વિસ્તાર ભૌગોલીક રીતે ઇગ્લીશ દારૂનાં કટીંગ માટે જાણીતો છે તેમજ અન્ય તાલુકાના સિમાડા નજીક હોવાથી અન્યત્ર હેરફેર માટે આસાની રહે છે નાસી છુટેલ બુટલેગર અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલ છે.
જો સઘન તપાસ થાય તો કેટલાક સફેદ વસ્ત્રધારીઓ સુધી રેલો પોહચે તેવી ચર્ચા છે ત્યારે પ્રથમ વખત પોલીસ આરોપીના અડ્ડા સુધી પહોંચવામાં સફળ બનેલ છે સુત્રોમાંથી જાણવા મલ્યા મુજબ ફિલ્મી સ્ટાઇલમાં પીછો થતા આરોપી નાસી જવામાં સફળ થયેલ છે પરંતુ સીટ પલળી ગયેલ મળતા રમુજ ફેલાયેલ હતુ.